મહુવાના ગળથર ગામે આધેડની હત્યામાં સંડોવાયેલા પિતા અને બે પુત્રો ઝડપાયા

  • December 01, 2023 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામે થાંભલા નાખવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી પિતા અને બે પુત્રએ આધેડ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતી. જે ઘટનાને લઇ પોલીસે આધેડની હત્યાંમાં સંડોવાયેલા પિતા અને બંન્ને પુત્રોને ઝડપી લીધા હતા.


આ બનાવ અંગે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના ગળથર ગામે અમૃતલયની બાજુમાં રહેતા ભીમભાઈ માનસંગભાઈ ગોહિલે બગદાણા પોલીસ મથકમાં તેના મોટા બાપુ પ્રતાપ ઉર્ફે પતાભાઈ ગોહિલ, તેના બે દિકરા વિક્રમ પ્રતાપભાઈ ગોહિલ, ગોપાલ પ્રતાપભાઈ ગોહિલ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. ૨૧ના રોજ સાંજના સુમારે તેઓના ઘર પાસે સરકારી પડતર જમીનમાં થાંભલો નહી નાંખવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી બીજા દિવસે સવારના તેઓ તેના બાપુજી વાડી વિસ્તારમા સરની નદીના નાળા પાસે માલઢોર ચરાવવા ગયા હતા. ત્યારે તેના મોટા બાપુ અને તેના બે દિકરાઓએ આવી તમારે શેની હવા છે, તેમ કહી તેના કાકા ધીરુકાકા પણ આવી જતા તેને છુટા પથ્થરનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. જ્યારે બાપુજી સમજાવવા વચ્ચે પડતા વિક્રમે તેના બાપુજીને લાકડીનો એક ઘા માથાના ભાગે મારી દઈ ગંભીર ઈજા પહોંચાડતા ગંભીર હાલતે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન ગઈકાલે વહેલી સવારના તેઓના બાપુજીનુ મોત નિપજવા પામ્યું હતું. ઉક્ત બનાવના પગલે પોલીસે પિતા અને બે પુત્ર વિરુધ્ધ આઈપીસી. ૩૦૨, ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪, તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત રક્ત રંજીત ઘટનાની પીએસઆઈ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હત્યારા પ્રતાપ ઉર્ફે પતાભાઈ ગોહિલ, તેના બે દિકરા વિક્રમ પ્રતાપભાઈ ગોહિલ, ગોપાલ પ્રતાપભાઈ ગોહિલની ધરપકડ કરી લોકઅપ હવાલે કરી દીધા હતા. ઉક્ત ઘટના સંદર્ભે પીએસઆઈ વ્યાસને પૃચ્છા કરતા તેઓએ ઘટનાને સમર્થન આપી આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application