જોડીયાના વાઘા સીમમાં ખેડુતને માર માર્યો

  • November 18, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેઢા પર ટ્રેકટર ચલાવવાના મનદુ:ખના મામલે માથાકુટ : બે સામે ફરીયાદ

જોડીયાના વાઘા ગામની સીમમાં શેઢા પર ટ્રેકટર ચલાવવાના પ્રશ્ર્ને ઉશ્કેરાયેલા શખ્સે આઘેડને ઢીકાપાટુનો માર માર્યો હતો.
જોડીયાના વાઘા ગામમાં રહેતા ચંદુભાઇ દેવાયતભાઇ મૈયડ (ઉ.વ.૪૮) ગઇકાલે ઉગમણી સીમમાં આવેલી પોતાની વાડીએ ખેતીકામ કરતા હતા તે વખતે આરોપીઓ ત્યાં આવીને વાડીની પાસે આવેલા રસ્તા પર જઇ ત્યાં ચંદુભાઇને બોલાવી કહેવા લાગેલ કે તમો કેમ મારા ખેતરના શેઢા પર ટ્રેકટર ચલાવો છો તેમ કહી અપશબ્દો બોલી આરોપી રમેશે ફરીયાદીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
ચંદુભાઇએ આ અંગે જોડીયા પોલીસમાં ગઇકાલે વાઘા ગામના રમેશ ભવાન મૈયડ તથા શોભનાબેન રમેશભાઇની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
***
લાલપુરમાં લાઇટ બીલ નહીં ભરનાર આઘેડને પુત્ર-પત્નીએ માર માર્યો: સંયુકત મીટરનું કનેકશન વિજકંપનીવાળા કાપી જતા ઘરના સભ્યો વચ્ચે બબાલ : મામલો પોલીસમાં પહોચ્યો
લાલપુરના ધરારનગર ધાર વિસ્તારમાં લાઇટ બીલ ભરવાનું બાકી રહી જતા મીટરનું કનેકશન જીઇબીવાળા કાપી ગયા હતા, દરમ્યાન આ મામલે ઘરના સભ્યો વચ્ચે બોલાચાલી અને માથાકુટ થતા આઘેડને ઢીકાપાટુ વડે માર મારી ધમકી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો જયાં આઘેડ વેપારીએ પુત્ર, પત્ની સહિતના ૩ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
લાલપુરના ધરારનગરની ધાર પર રહેતા જુમાભાઇ નુરમામદભાઇ ચૌહાણ (ઉ.વ.૪૭) એ ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં આસીફ જુમા ચૌહાણ, તૌસીફ જુમા ચૌહાણ, રહેમતબેન જુમા ચૌહાણની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપીઓ તથા ફરીયાદી એક જ ઘરના સભ્ય હોય અને મકાન એક હોય તથા ફરીયાદીથી આરોપીઓ અલગ રહેતા હોય જો કે મકાનનું સંયુકત બધા વચ્ચે એક લાઇટનું મીટર હોય જે મીટરનું બીલ ભરવાનુ બાકી હોય અને બીલ ન ભરતા પીજીવીસીએલ દ્વારા મીટરનું કનેકશન કાપી ગયા હતા.
દરમ્યાન ફરીયાદી સાથે આરોપીઓએ જીઇબીનું બીલ ભરવાનું કહી ગાળાગાળી કરીને જુમાભાઇને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ નાકોડી ફોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. જેથી મામલો પોલીસ મથકે પહોચ્યો હતો અને ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application