કાલાવડના મોરીદડની સીમમાં ખેડુત પર પાઇપથી પ્રહાર

  • August 30, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાસે વાવેતર કરવાના મામલે બે શખ્સ તુટી પડયા

કાલાવડ તાલુકાના મોરીદડ ગામની સીમમાં શેઢા પાસે પાકનું વાવેતર કેમ કરે છે તેમ કહીને ગામમાં રહેતા બે શખ્સોએ યુવાનને પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારીને ઇજા કરી હતી. જે મામલો પોલીસ મથકે પહોચતા ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં રહેતા રણછોડ ઘેલાભાઇ સરમાળી (ઉ.વ.૪૨) નામના ખેડુત બે દિવસ પહેલા પોતાની કાલમેઘડા જવાના રસ્તે વાડીએ હતા ત્યારે આરોપીઓ ત્યાં આવીને તું અહી શેઢા પાસે પાકનું વાવેતર કેમ કરે છે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.
ઉપરાંત આરોપીએ પાઇપ અને ઢીકાપાટુ વડે રણછોડભાઇને માર મારી માથા અને શરીરના ભાગે ઇજા પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી. આ બનાવ અંગે રણછોડભાઇએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મોરીદડ ગામના ભુપત વેલજી સરમાળી તથા જેન્તી ગાંડુભાઇ સરમાળી બંનેની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application