આ શું? એક ચાહકે કરીના કપૂરને કહી દીધું- એક બાર હાથ લગાને દો

  • May 08, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • આ જોઇ સૈફ અલી ખાન પણ ચોંકી ગયો બોડીગાર્ડે ફેનને હાથથી દૂર કર્યો
  • બેબોનું કહેવું છે કે ડીઝનીલેન્ડ જવા કરતા ફેમિલી સાથે રહેવામાં વધુ મજા


બોલિવૂડની બેબો કરીના કપૂર ભલે હમણા ફિલ્મોમાં દેખાતી ન હોય ચતાં તેની લોકપ્રિયતામાં કોઇ કમી આવી નથી. સિંઘમ થ્રીમાં પણ તેને કાસ્ટ કરાઇ હોવાની વાત છે. ત્યારે એક ફેનની માત્ર એક વખત સ્પર્શવા દોની ડિમાન્ડ સાથે આજકાલ તે વધુ ચર્ચામાં છે.


બન્યું એવું કરીના  અને સૈફ અલી ખાન નવરાસની પળોમાં મુંબઈમાં ડિનર ડેટ માટે બહાર નીકળ્યા હતા. હોટેલ પર પહોંચતા જ કરીનાને રસ્તા પર એક ફેન મળ્યા જે તેના હાથને સ્પર્શ કરવા માગતા હતા. કરીનાએ તેમને પ્રેમથી ના પાડી અને ત્યાંથી ચાલી ગઈ. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા પાપારાઝી વીડિયોમાં કરીના અને સૈફ તેમની કારમાં ડેટ નાઈટ માટે આવતા જોવા મળે છે. કરીનાએ બ્લેક પેન્ટ સાથે પીળા રંગનું ટોપ પહેર્યું હતું. કારમાંથી નીચે ઉતર્યા બાદ એક ચાહકે કરીનાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


 કરીના કપૂરે મીડિયા અને અન્ય લોકોને હાથ જોડીને અભિવાદન કર્યું ત્યારે તે એકદમ અસ્વસ્થ દેખાતી હતી. ત્યારે એક ચાહકે તેની પાસે આવીને કહ્યું, 'એક બાર હાથ લગાને દો'. પરંતુ કરીનાના બોડીગાર્ડે તેને હટાવી દીધા અને કરીના પણ ઝડપથી હસતી હસતી બહાર નીકળી ગઈ.
 
 કરીના છેલ્લે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. તેણે હાલમાં જ તેની આગામી ફિલ્મ 'ધ ક્રૂ'નું શૂટિંગ શરૂ કર્યું છે. તેમાં ક્રિતિ સેનન, દલજીત દોસાંજ અને તબ્બુ પણ છે. ઉપરાંત કરીના પાસે સુજોય ઘોષની આગામી ફિલ્મ 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' પુસ્તક પર આધારિત છે અને હંસલ મહેતાની આગામી અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.
 

હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાં 22 વર્ષ પૂરા કરનારી બેબોનું કહેવું છે કે.. તે એક્ટ્રેસ સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. તેણે કહ્યું કે, તે અગાઉ ઘણીવાર કહી ચૂકી છે કે તેણે વકીલ બનવાનો પ્રયાસ કર્યો હતો અને પાંચ દિવસ લૉ કોલેજમાં પણ ગઈ હતી. પરંતુ તે કેમેરાની સામે પોતાને ન હોવાની કલ્પના કરી શકતી નથી. તે હંમેશાં તેના બાળકો દયાળુ અને સારા બને તેમ ઈચ્છતી હોવાનું પતિ સૈફને કહેતી રહે છે. કારણ કે, આજના સમયમાં દયા લોકો ભૂલી ગયા છે.


કરીના એક્ટ્રેસ હોવાની સાથે-સાથે હોમમેકર પણ છે. બેબોએ કબૂલાત કરી કે, ઘરે દરેક વિભાગ તે જ સંભાળે છે. બાળકોની પ્લેડેટથી લઈને જમવામાં શું બનશે ત્યાં સુધી. તેને ઘર સંભાળવું ગમે છે. ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે તેને ટેબલ સાફ કરવાનું અને ટેબલને સજાવવાનું ગમે છે. પરિવાર તરીકે પટૌડીઓને હંમેશા સાથે રહેવું ગમે છે જે કરીના કપૂરના મતે 'અમૂલ્ય' છે. તેણે કહ્યું કે, જ્યારે સૈફ કૂકિંગ કરતો હોય ત્યારે તેના બંને બાળકો તેને જોવા માટે રસોડામાં આવી જાય છે. ડિઝનીલેન્ડ જવાના બદલે પરિવારને સાથે જોવો તેના માટે કિંમતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application