વીંછિયાના સનાળાની સીમમાં યુવાન પર કુટુંબી ભાઈનો ધારિયાથી હુમલો

  • September 23, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વીંછિયા તાલુકાના સનળા ગામની સીમમાં યુવાન પર તેના કુટુંબી ભાઈએ ધારિયા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. હત્પમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. યુવાનનો મોટો ભાઈ આરોપીની પત્નીને ભગાડી ગયો હોય જે બાબતનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ વીંછિયા તાલુકાના સનાળા ગામની સીમમાં રહેતા વાલજી છગનભાઈ શેખ(ઉ.વ ૪૦) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં સનાળા ગામની સીમમાં જ રહેતા કૌટુંબિક ભાઈ બાબુ શીવાભાઈ શેખનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં વાડીએ રહી ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. બે વર્ષ પૂર્વે યુવાનનો મોટો ભાઈ જીલુ કુટુંબીભાઈ બાબુ શેખની પત્નીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી બાબુ યુવાનને કયારેક કયારેક ફોન કરી તેના ભાઈ જિલુ વિશે પૂછતો હતો.
દરમિયાન તારીખ ૨૨૯ ના સવારના આઠેક વાગ્યે આસપાસ યુવાન બાઇક લઇ વાડીએથી ગામમાં ડેરીએ દૂધ ભરવા માટે જોતો હતો ત્યારે બાબુ શેખ અહીં વાડીએ ધારીયા વડે બાવળની ડાળખીયો કાપતો હોય તેણે યુવાનને ઉભો રાખ્યો હતો બાદમાં તેની પત્ની યુવકના ભાઈ સાથે જતી રહી હોય તે બાબતે માથાકૂટ કરી બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી યુવાને માથાકૂટ કરવાની ના કહેતા બાબુએ ધારીયા વડે હત્પમલો કરી દેતા યુવાનના કપાળના ભાગે ધારીયુ લાગી જતા તે અહીં પડી ગયો હતો જેથી તેને લોહી નીકળવા લાગતા બાબુ અહીંથી ભાગી ગયો હતો.
હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે પ્રથમ જસદણ બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવા અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application