રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના પર ગીત ગાવાનું સ્વપ્ન: આદિત્ય ગઢવી

  • February 10, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમને કલ્પના પણ ન હતી કે, ગોતી લો.. ગોતી લો ગીત વિશ્વભરમાં છવાઈ જશે. આજે ખૂબ જ ખુશી થાય છે કે યુવા ધન સાથે વિશ્વ ફલક પર ગરબા અને પાર્ટી કલ્ચરમાં પણ ખલાસી નું આ ગીત ધૂમ મચાવી રહ્યું છે. હવે માં સ્વપન છે કે રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચદં મેઘાણીની રચના પર મારે ગીત ગાવા છે. ગુજરાતી સાહિત્યના મહાસાગરમાંથી હજુ આપણે મુઠ્ઠીભર મોતી પણ નથી વિણ્યા.. આ લોકસાહિત્ય અને ગુજરાતી ફિલ્મો જ નહીં પણ બોલીવુડમાં પણ સંગીત પે છવાઈ જાય તેવી એક ગુજરાતી ગાયક તરીકે મારી ખ્વાઈશ છે. આ શબ્દો છે આદિત્ય ગઢવી ના.

રાજકોટમાં પુજારા ટેલિકોમ ખાતે આદિત્ય ગઢવીના હસ્તે રિયલ મી ૧૨ પ્રો સીરીઝ ૫જી નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે આદિત્ય ગઢવી ખાસ વાતચીત કરી હતી. મીડિયા સાથે તેને વાતચીત કરતા જણાવ્યું કે,ગુજરાતી સાહિત્ય, ગીતો અને કવિતાઓનું સ્તર ખૂબ ઉચું છે અને હવે ફિલ્મોમાં કે આલ્બમ સોંગમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે તે ગુજરાત જ નહીં ભારત અને વિશ્વના શ્રોતાઓને પસદં પડયું છે તેમ ખલાસી સોંગ ફેમ સીંગર આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું.

આ મુલાકાતમાં તેમણે કહ્યું કે, ગુજરાતી ફિલ્મોની પટકથાથી લઈને ગુણવત્તામાં ધરખમ ફેરફાર થયા છે અને સારો બદલાવ આવ્યો છે ત્યારે હવે મેલોડિયસ ગુજરાતી ગીતો પણ વારંવાર બને છે અને સુપરહિટ જઈ રહ્યા છે. છેલ્લાં એક દાયકામાં અનેક ગુજરાતી ગીતો બન્યા છે જે લોકમુખે છે અને પાર્ટીઓમાં પણ પ્લે થાય છે. હવે ઓટીટી માધ્યમોને લીધે ગુજરાતી સિરિયલો અને ગીતો વૈશ્વિક સ્તરે છવાઈ ગયા છે.


ગોતી લો, હાલાજી તાર હાથ, રંગભીની રાધા અને ઘણી ખમ્મા જેવા સુપરહિટ સોંગના ગાયક આદિત્ય ગઢવી પૂજારા ટેલિકોમમાં મોબાઇલ લોન્ચિંગના કાર્યક્રમમાં રાજકોટ આવ્યા ત્યારે તેમણે રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચદં મેઘાણીની રચનાઓ પર ગીતો તૈયાર કરીને ગાવાની ઇચ્છા વ્યકત કરી હતી. ગઢવીનું એક હિન્દી ગીત ટૂંક સમયમાં ફિલ્મમાં આવવાનું છે. ચાહકોએ આપેલા ખૂબ પ્રેમ ને કારણે એ અહીં સુધી પહોંચ્યા હોવાનું જણાવી પોતાના કંઠે ગોતી લો ગોતી લો ના ગીત ગાય લોકોને ઝુમાવ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application