પોરબંદરમાં શિક્ષકોનો જિલ્લા ફેર બદલીકેમ્પ યોજાયો હતો જેમાં ભાષાની ૧૩ જગ્યા અને ગણિત વિજ્ઞાનની નવ જગ્યા પર શિક્ષકોએ સ્થળ પસંદગી કરી હતી.
જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર દ્રારા આયોજિત પ્રાથમિક શિક્ષકો નો પોરબંદર જિલ્લા ફેર શિક્ષક બદલી કેમ્પ નું આયોજન કડિયા પ્લોટ પે સે શાળા ,પોરબંદર ખાતે યોજવામાં આવેલ હતું. જેમાં પોરબંદર જિલ્લા ની ભાષા ની ૧૩ જગ્યાઓ તેમજ ગણિત વિજ્ઞાન ની ૯ જગ્યાઓ પર અન્ય જિલ્લા માંથી આવેલ શિક્ષકો સ્થળ પસંદગી કરેલ હતી.. કેમ્પ માં કોઈ પણ પ્રકારની વિસંગતતાઓ જોવા મળેલ ના હતી..ખૂબ જ શાંતિ અને સફળતાપૂર્વક સંપૂર્ણ પારદર્શક રીતે નિયમોને આધીન કેમ્પનું આયોજન થયેલ હતું.
આ કેમ્પમાં જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર ના ચેરમેન રિદ્ધીબેન ખુંટી,પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી વી. કે. પરમાર સાહેબ,પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા,જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા,પોરબંદર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ ના પ્રમુખ અને કેળવણી નિરીક્ષક મુળુભાઇ ઓડેદરા,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી મનોજભાઈ મૈત્રાં, ત્રણેય તાલુકા ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર,પોપટભાઈ ખુંટી, વાલીબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા..
જિલ્લા ફેર કેમ્પ ની શઆત માં શિક્ષણ સમિતિ ના ચેરમેન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ વી કે પરમાર સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન તેમજ કેમ્પ વિશે ની તમામ માહિતી આપેલ હતી..જિલ્લા શિક્ષણ સમિતિ ની ટીમ દ્વારા એક ઇનોવેશન સ્વપે સમગ્ર કેમ્પ લાઈવ ડિજિટલ સ્વપે જગ્યા ની અપડેટ તમામ લોકો ડેશબોર્ડ પર નિહાળી શકે એવું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.. સમગ્ર કેમ્પનું સંચાલન નીરવભાઈ જોષી અને દિપકભાઈ પાઠક દ્વારા કરવામાં આવેલ હતું.સમગ્ર કેમ્પ ને સફળ બનાવવામાં પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર ની ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી. સાથે સાથે આ વખતે સમગ્ર કેમ્પ ને લાઈવ સ્વપે ડિજિટલ સ્વપ આપવા માટે ડો વિવેક જોષી તેમજ પ્રિયેશ લખલાની નો તેમની સુંદર કામગીરી માટે પણ સમગ્ર ટીમ વતી અભિનંદન આપવામાં આવેલ હતું. બદલી કેમ્પને સફળ બનાવવા હિતેશ ભુતિયા, રાજુભાઈ મોરી, કૌશીક મોતીવરસ,કિશોર થાનકી અને જયદિપ પરમારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech