રાજકોટમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતું દંપતી રાત્રીના ઘરે પરત ફરતું હતું.ત્યારે બેડી ચોકડી પાસે તેમના બાઇકને ફોચ્ર્યુનરે ટક્કર મારતા પતિ–પત્ની બંને રોડ પર પટકાયા હતાં.જેમાં ગંભીર ઇજા થવા સબબ યુવાનની પત્ની જેને ચાર માસનો ગર્ભ હોય તેને મીસ કેરેજ થઇ ગયું હતું.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે કાળા કલરની ફોચ્ર્યુનરના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં શેરી નંબર ૨૫ માં રહેતા મહાદેવ મનજીભાઈ ગોરૈયા (ઉ.વ ૨૯) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાળા કલરની ફોચ્ર્યુનર કાર નંબર જીજે ૧૮ ઈબી ૭૮૭૯ ના ચાલકનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઇમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં તે તથા તેમના પત્ની કીંજલ અને ચાર વર્ષની દીકરી જેની છે તેમના પત્ની હાલ સગર્ભા હોય અને તેમને ચાર માસનો ગર્ભ હતો. તારીખ ૮ ૧૧ ના ફરિયાદી તથા તેમના પત્ની કિંજલબેન રાત્રિના પોણા અગિયાર વાગ્યા આસપાસ ઘરેથી માસીના દીકરાના નકળગં ખાતે આવેલા ઘરે બેસવા ગયા હતા બાદમાં રાત્રિના દોઢેક વાગ્યે યુવાન તથા તેમના પત્ની બાઈક લઇ ઘરે પરત જતા હતા ત્યારે બેડી ચોકડી પાસે જોનસ હોસ્પિટલ સામેના રોડ પર પહોંચતા પાછળથી એક કારે બાઇકને હડફેટે લેતા પતિ–પત્ની બંને રોડ પર ફંગોળાયા હતા પાછળથી આવેલી કારે એટલી જોરથી ટક્કર મારી હતી કે, ફરિયાદીના પત્ની હવામાં ઉછળીને દૂર ફંગોળાયા હતા અને ફરિયાદી તથા તેમના પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમયે યુવાને જોતાં એક કાળા કલરની ફોચ્ર્યુનર ઉભી હતી જેમાં સામાન્ય નુકસાન થયું હતું તેમજ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.
બાદમાં ૧૦૮ મારફત પતિ–પત્ની બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યાં યુવાને પ્રાથમિક સારવાર લઇ રજા આપી દેવામાં આવી હતી યારે તેમના પત્ની કિંજલબેનને ચાર માસનો ગર્ભ હોય જેથી ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ મિસ કેરેજ થઈ ગયુ હતું. યુવાનની પત્નીને વધુ ઇજા પહોંચી હોય જેથી તેણે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી ગઈકાલે તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે કાળા કલરની ફોચ્ર્યુનરના ચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એસ.એન.શ્યારા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech