કમિશનર ઢીલા પડા; સીલ ખોલવા કમિટી રચાઇ

  • June 03, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અિકાંડની ઘટના બાદ છેલ્લા એક સાહમાં આજે બપોરે સુધીની સ્થિતિએ ૫૬૪ સંકુલોમાં ફાયર એનઓસી–ફાયર સેફટી અંગે ચેકિંગ કરી કુલ ૧૭૦ સંકુલો સીલ કરાયા છે, હવે જે સંકુલો સીલ થયા છે ત્યાંથી સતત રજુઆતો મળતા મ્યુનિસિપલ કમિશનર ઢીલા પડા છે અને સીલ ખોલવા માટેના નિર્ણયો લેવા કમિટીની રચના કરવામાં આવી છે. અહીં શહેરીજનોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે યારે કોઈ પણ સંકુલમાં કંઇક નિયમ વિદ્ધ જણાયું હોય ત્યારે જ સીલ લગાવવામાં આવ્યું હોય તો પછી હવે એકાએક એવું શું બન્યું ? અથવા તો એવી કઇ સલામતી આવી ગઇ અથવા તો આગ લાગવાની શકયતાઓ સમા થઇ ગઇ ? ફકત એક જ સાહમાં એવું શું બન્યું કે અચાનક સીલ ખોલવાની કમિટિ રચવાનો હુકમ કરાયો છે.


વિશેષમાં આ અંગે મ્યુનિ.કમિશનરએ ક્રમાંક: રા.મ.ન.પા. મહેકમ૩૫૬ તા.૨–૬–૨૦૨૪થી કરેલા હત્પકમમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગા કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, ગેમઝોન, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળો તથા યાં પબ્લિક ભેગી થતી હોય તે મિલકતવિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા કમિટીની રચના કરવામાં આવેલ છે તથા આ કમિટી દ્રારા વોર્ડ–વિસ્તારમાં ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ ૨૦૧૩ અને તે હેઠળ નિયમો ૨૦૧૪ તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન ૨૦૨૩ તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ ૧૯૭૬ મુજબ ફાયર એનઓસી અને બીયુ પરમીશન ન ધરાવતી બિલ્ડીંગોના વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવાની કાર્યવાહી હાલ કરવામાં આવી રહેલ છે. હાલ સીલ કરવામાં આવેલ અલગ–અલગ મિલકતોના સીલીંગ ખોલવા માટે મિલકતધારકો દ્રારા રાજકોટ મહાનગરપાલિકામાં અરજીઓ કરવામાં આવે છે. આ અરજીઓ પર તાત્કાલિક ધોરણે નિયમોનુસાર યોગ્ય નિર્ણય કરવા કમિટીની રચના કરવાનો આથી હત્પકમ કરવામાં આવે છે.


આ કમિટીના અધ્યક્ષસ્થાને નાયબ કમિશનર ઇસ્ટ ઝોન રહેશે તેમજ નાયબ કમિશનર વેસ્ટ ઝોન, નાયબ કમિશનર સેન્ટ્રલ ઝોન, ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમજ ચીફ ફાયર ઓફિસર સહિતના ચાર અધિકારીઓ આ કમિટીના સભ્યપદે રહેશે.વોર્ડ કક્ષાએ સીલીંગ કરવામાં આવેલ મિલકતોની અરજીઓ વોર્ડ ઓફિસર દ્રારા તમામ આધાર– પુરાવા સહ પ્રમાણિત નકલમાં મેનેજરશ્રી (જી.એ.ડી.)ને મોકલવાની રહેશે તથા આવેલ તમામ અરજીઓ આધાર–પુરાવા સહ પ્રમાણિત નકલમાં મેનેજર (જી.એ.ડી.) દ્રારા ઉપરોકત કમિટી સમક્ષ મુકવાની રહેશે.સીલીંગ કરવામાં આવેલ મિલકતોના મિલકતધારકો દ્રારા કરવામાં આવેલ અરજીઓ અન્વયે ઉપરોકત કમિટી દ્રારા નિયમોનુસાર દૈનિક ધોરણે યોગ્ય નિર્ણય કરવાનો રહેશે. આ તમામ કામગીરીનું સંકલન મેનેજર (જી.એ.ડી.) દ્રારા કરવાનું રહેશે


૯ મી.થી વધુ ઉંચાઇના બિલ્ડિંગમાં ફાયર એનઓસી હોવું ફરજિયાત
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ માટેના ૨૦૨૩માં છેલ્લે સુધારેલા નિયમો મુજબ ૯ મીટરથી વધુ ઉંચાઇના તમામ બિલ્ડીંગ માટે ફાયર એનઓસી હોવું ફરજિયાત છે પરંતુ હાલમાં ચાલી રહેલી ચેકિંગ ડ્રાઇવમાં પબ્લિક ગેધરિંગ પ્લેસીસ જેવા કે સ્કૂલ, કોલેજ, ટુશન કલાસીસ, હોસ્પિટલો, હોટેલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ, ગેમ ઝોન, વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક, શોપિંગ મોલ, પાર્ટી પ્લોટ, કોમર્શિયલ કોમ્પ્લેકસ, ઓડિટોરિયમ વિગેરેમાં ચેકિંગને જ ટોપ પ્રાયોરિટી અપાશે. તેમણે ભારપૂર્વક ઉમેયુ હતું કે દુકાનદારો કે ઓફિસધારકોને વ્યકિતગત કે પેઢીગત નહીં પરંતુ કોમર્શિયલ કોમ્પ્લેકસના કિસ્સામાં કોમ્પ્લેકસના એસોસિએશનને જ નોટિસ અપાશે


ફાયર બ્રિગેડ માટે વધુ સ્ટાફ ફાળવવા સરકારમાં ધા

રાજકોટમાં મોટા પાયે ફાયર એનઓસીના ચેકીંગ અને સિલિંગની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે ફાયર એનઓસી મેળવવા તેમજ રિન્યુ કરવા માટેની અનેક અરજીઓ આવી રહી છે, બીજી બાજું ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી સામે તપાસ ચાલી રહી હોય અને તેમને અવારનવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા હોય તેમજ ડેપ્યુટી ચિફની અટકાયત કરાયેલી હોય આવા સંજોગોમાં અરજી નિકાલની કામગીરી માટે વધુ અધિકારીઓ અને સ્ટાફ ફાળવવા સરકારમાં રજૂઆત કરાઇ હોવાનું કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું. વિશેષમાં પ્રા વિગતો મુજબ ચાર્જમાં ફેરબદલ અંગે હત્પકમ કરાયો છે જેમાં જીએડી ઓફિસર રાજીવ ગામેતીને ફાયર બ્રિગેડમાં મુકાયા છે અને જીએડીનો ચાર્જ ઉનાવાને સોંપાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application