હાઇકોર્ટના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર કર્યો છે, એવી જ રીતે સરકારી અને મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગેનો પરિપત્ર કરાશે. જેથી એક દાખલો બેસી શકે અને સામાન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે. સરકારના એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવું મૌખિક નિવેદન કર્યું છે. હેલ્મેટ ના કાયદાની સુનાવણી દરમિયાન સરકાર આઉટ ઓફ બોક્સ વિચારે તેવી ટકોર હાઇકોર્ટ દ્વારા સરકારને કરવામાં આવી છે.તો અમદાવાદમાં હજુપણ હેલ્મેટનાનિયમનું અમલીકરણ દેખાતું નથી. અરજદારે જણાવ્યું હતું કે, એક સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, હેલ્મેટ નહીં પહેરવા બદલ પહેલા રૂ. 1000નો દંડ હતો, જેને ઘટાડીને રૂ. 500 કરાયો અને હવે માત્ર રૂ. 100 દંડ છે. જોકે, સરકારે જણાવ્યું હતું કે, કોર્ટમાં હાજર સક્ષમ અધિકારી કહી રહ્યા કે રૂ. 500 જ દંડ છે. હવે ઓથોરિટીએ હેલ્મેટ નહિ પહેરનાર લોકોને દંડની રકમમાંથી હેલ્મેટ વહેંચવાનું શરૂ કર્યું છે. તહેવારોની સિઝનમાં ઓથોરિટી આકરા પગલાં લઈ રહી નથી.
હેલ્મેટના મુદ્દે હાઇકોર્ટસમક્ષ થયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવું મૌખિક નિવેદન કર્યું હતું હાઇકોર્ટના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર કર્યો છે, એવી જ રીતે સરકારી અને મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગેનો પરિપત્ર કરાશે. જેથી એક દાખલો બેસી શકે અને સામાન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ટકોર કરી હતી.
સરકારને કોર્ટ કહ્યું હતું કે, બીજા રાજ્યમાં ટ્રાફિક નિયમોનો કેવી રીતે અમલ થાય છે, તેનો અભ્યાસ કરો અને આઉટ ઓફ બોક્સ વિચારો. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો સતત ભંગ કરનારા લોકોના લાઈસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે. કોર્ટે કહ્યું હતું કે, અમલવારી કરાવવાનું કામ સરકારનું જ છે, કોર્ટ રસ્તા ઉપર જઈને ટ્રાફિક નિયમોનો અમલ કરાવી શકે નહીં.
આ ઉપરાંત ટ્રાફિક ખાલી જગ્યાઓ અંગે સરકાર આગામી 25 ઓક્ટોબરની સુનવણીમાં જવાબ રજૂ કરશે. અરજદારે જણાવ્યું હતું કે, અકસ્માતનું મુખ્ય કારણ રોડ પરના વળાંકો પણ છે. જે સંદર્ભે ઓથોરિટીએ આવ્યું હતું કે, કોર્ટના સૂચન મુજબ એક એક્સપર્ટ કમિટી અને મોનિટરિંગ કમિટી બનશે. ચીફ જસ્ટિસે સરકારને ડી કહ્યું હતું કે, ટ્રાફિકના નિયમના ભંગ બદલ ચલણમાં ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી છે. કેમેરા ફક્ત મુખ્ય જંક્શન પર નહીં, દરેક રોડ પર હોવા જોઈએ.
સુનાવણીદરમિયાન હતું કે, રસ્તાઓના પેચવર્કની ક્વોલિટી ઉપર કામ કરવાની જરૂર છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ખાડાના પરિમાણ અને પ્રકાર મુજબ રિપેરિંગ કામ થાય છે. કોર્ટે કહ્યું હતું કે, યોગ્ય સંસાધનોના અભાવ નહીં પણ લોકો પણ ઉદાસીન છે. તેઓ ઓથોરિટીને ફરિયાદ કરતા નથી.
કામ સતત ચાલુ રહેવું જોઈએ. જે સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એજણાવ્યું હતું કે, કામ સતત ચાલુ જ છે, ચોમાસામાં શહેરમાં આશરે 2000 ખાડા પડ્યા હતા. છેલ્લ ા અઠવાડિયામાં 736 અને અગાઉના અઠવાડિયામાં 805 ખાડા પૂરવામાં આવ્યા હતા. કોર્ટે આ મહિનામાં પેચવર્કનું કામ પૂર્ણ કરીને, રસ્તાઓને સારા કરવા સૂચન કર્યું હતું.
સુનાવણીમાંએ એમસી એ એફિડેવિટ કરીને જણાવ્યું કે, છેલ્લ ા અઠવાડિયામાં અમદાવાદના રસ્તા પર પેચવર્ક કરીને 736 ખાડા પુરાયા છે. જેના ફોટા કોર્ટ સમક્ષ મૂકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech