શાપરમાં છોટા હાથીમાંથી ૬૯ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

  • May 27, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે અહીંના વેરાવળમાં સોલાર ગ્રેનાઇટના કારખાના પાસેથી દારૂ ભરેલું છોટાહાથી ઝડપી લઇ તેમાંથી ૬૯ બોટલ દારૂ સાથે વેરાવળમાં રહેતા શખસને ઝડપી લઇ રૂ.૧.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ એસ.જે.રાણા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે અહીંના વેરાવળ પાસે આવેલા સોલાર ગ્રેનાઇટના કારખાના પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલા છોટા હાથી નં જીજે ૩ એ.ડબલ્યુ ૭૧૨૮ ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી રૂ. ૨૫૮૭૫ ની કિંમતનો ૬૯ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂના આ જથ્થા સાથે વાહનચાલક હિતેષ રામદાસભાઇ ગોંડલીયા(રહે. સર્વોદય સોસાયટી વેરાવળ) ને ઝડપી લીધો હતો.પોલીસે દારૂનો આ જથ્થો અને વાહન સહિત કુલ રૂ. ૧,૨૫,૮૭૫ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
જયારે અન્ય એક દરોડામાં કોટાડા સાંગાણી પોલીસ મથકના પીએસઆઇ બી.ટી.અકબરી તથા ટીમે રામોદ ગામ પાસે હાઇવે પર ખાંડાધાર ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી.પોલીસે કારમાંથી રૂ.૩૮,૩૨૫ ની કિંમતનો ૪૭૫ બોટલ દારૂનો જથ્થો કબજે કરી આરોપી પ્રકાશ ભરતભાઇ ચૌહાણ(ઉ.વ ૨૬ રહે.મવડી પ્લોટ રાજકોટ) અને દીપક ઉર્ફે માજોઠી વલ્લભભાઇ મકવાણા(ઉ.વ ૪૫ રહે. દૂધસાગર રોડ રાજકોટ) ને ઝડપી લીધા હતાં.પોલીસે દારૂનો આ જથ્થો અને વાહન સહિત કુલ રૂ.૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પકડાયેલા આ શખસોની પુછતાછ કરતા દારૂનો આ જથ્થો રાજકોટના લક્ષ્મીવાડી કવાર્ટરમાં રહેતા જયેશ ઉર્ફે જયલો પ્રતાપભાઇ રાઠોડે મોકલ્યો હોય અને દારૂ મંગાવનાર તરીકે ગોંડલના યશપાલ ઉર્ફે યશ મુકેશભાઇ સાકરીયાનું નામ ખુલતા પોલીસે આ બંને શખસોને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application