બગસરાના પીઠડિયા પ્રાથમિક શાળામાંથી સિમેન્ટની ચોરી કરનાર ઝડપાયો

  • April 11, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાપ્ત માહિતી પ્રમાણે,બગસરા તાલુકાના પીઠડીયા ગામે પ્રાથમિક શાળાનું બિલ્ડીંગનું કામ બાંધકામ રોકહીલ એન્ટરપ્રાઇઝ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા શરુ હોય જે બિલ્ડિંગના બાંધકામ માટે સિમેન્ટની થેલીઓ પ્રાથમિક શાળાના મેદાનમાં રાખવામાં આવેલ હતી.જે ગત તારીખ ૪ થી ૬ એપ્રિલ ના સમય દરમિયાન મેદાન માં રાખેલ સિમેન્ટની થેલી નંગ - ૧૨૦ જેની કિંમત રૂપિયા ૪૩,૨૦૦ કોઈ અજાણ્યા આરોપી ચોરી કરીને લઇ જઈને ગુન્હો કર્યો હતો.જે અંગે કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝર દિવ્યેશગીરી ધરમગીરી ગોસ્વામી (ઉ.વ.૨૪) રહે.રામપરા,ઉના વાળાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બગસરા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી.
​​​​​​​
આ અંગે બગસરા પોલીસ વિસ્તારમાં અમરેલી એલસીબીની ટીમ ચોક્કસ બાતમીના આધારે પીઠડીયા ચોકડી પાસેથી  સિમેન્ટની થેલીઓ બોલેરો ગાડીમાં હેરફેર કરતા પાંચ ઈસમોને પકડી પાડ્યા હતા.
અહીંથી પોલીસે હીરેન નારણભાઈ ગાધે (ઉ.વ.૨૫) રહે.તોરી, રાહુલ મનુભાઇ વાવડીયા, ઉ.વ.૧૮ રહે મોરસલ ,વજુ નાનજીભાઇ બોહરીયા ઉવ ૩૨ રહે તોરી ,સિધ્ધાર્થ ચંદુભાઇ કોટડીયા, ઉ.વ.૨૦, રહે.તોરી,સંતોષ મેઘાભાઇ સાનીયા, ઉ.વ.૨૨, રહે.તોરી સહિતના લોકોને ઝડપી પાડ્યા હતા.તો તેની પાસેથી હાથી સિમેન્ટની કુલ થેલી ૧૨૦ કિંમત રૂપિયા ૪૩,૨૦૦ તથા એક બોલેરો ગાડી નં જી.જે.૩૩ ટી.૧૨૩૦ કિંમત રૂ.૩,૫૦,૦૦૦ મળી ૩,૯૩,૨૦૦નો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી તેમજ એલસીબીએ કાર્યવાહી માટે બગસરા પોલીસને સોંપી આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application