સોમવાર સુધીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધવિરામ થઈ જવાની સંભાવના

  • February 27, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતા સોમવાર સુધીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઇ જશે એવું અમેરિકાના રાષ્ટ્ર્રપતિ જો બાઈડેને કહ્યું હતું. યારે તેમને પૂછવામાં આવ્યું કે યુદ્ધવિરામ શ થઈ શકે છે? ત્યારે બાઈડેને કહ્યું: હત્પં સાહના પ્રારંભમાં આશા રાખું છું. સાહના અંતે. મારા રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર મને કહે છે કે અમે નજીક છીએ. મારી આશા છે કે આવતા સોમવાર સુધીમાં આપણે યુદ્ધવિરામ કરી લઈશું
.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક અઠવાડિયાથી યુદ્ધવિરામ માટે વાટાઘાટો ચાલી રહી છે. ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુકત કરે તેના બદલામાં આતંકવાદી જૂથ દ્રારા ગાઝામાં બંધકોને મુકત કરે તેવી ફોમ્ર્યુલા વિચારી રહી છે. યુદ્ધવિરામની શરતોમાં સૂચિત છ–અઠવાડિયાના વિરામમાં દરરોજ સેંકડો ટ્રકોને ગાઝામાં અત્યતં જરી સહાય પહોંચાડવાની મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે.

વાટાઘાટકારોને ૧૦ માર્ચની આસપાસ મુસ્લિમ પવિત્ર રમઝાન મહિનાની શઆત થાય તે પહેલા યુદ્ધવિરામ થઇ જાય એવું ઈચ્છે છે. આ રમઝાનનો સમયગાળો જે ઘણીવાર ઇઝરાયેલ–પેલેસ્ટિનિયન વચ્ચે તણાવમાં વધારો કરે છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં લોકોને તાત્કાલિક જરી સહાય પૂરી પાડવા માટે સંયુકત રાષ્ટ્ર્રની સર્વેાચ્ચ અદાલતના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. હ્યુમન રાઇટસ વોચએ સોમવારે જણાવ્યું હતું કે, હેગમાં એક સીમાચિ઼પ ચુકાદાના એક મહિના પછી ઇઝરાયેલને તેની મધ્યસ્થતા માટે આદેશ આપ્યો હતો.
ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ મૂકતી દક્ષિણ આફ્રિકાની અરજીના પ્રારંભિક પ્રતિભાવમાં, યુ.એન.ની સર્વેાચ્ચ અદાલતે ઇઝરાયેલને નાનકડા પેલેસ્ટાઈનમાં વિનાશ અને નરસંહારના કોઈપણ કૃત્યોને રોકવા માટે શકય તેટલું બધું કરવાનો આદેશ આપ્યો હતો. ઇઝરાયેલ તેના પર લાગેલા આરોપોને નકારી કાઢા હતા અને કહ્યું હતું કે તે સ્વબચાવમાં લડી રહ્યું છે. સોમવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહત્પના કાર્યાલયે જણાવ્યું હતું કે સેનાએ યુદ્ધ કેબિનેટને રફાહ માટેની તેની ઓપરેશનલ યોજના તેમજ યુદ્ધ ઝોનમાંથી નાગરિકોને બહાર કાઢવાની યોજના રજૂ કરી હતી. રફાહની સ્થિતિએ વૈશ્વિક ચિંતામાં વધારો કર્યેા છે. ઇઝરાયેલના સાથીઓએ ચેતવણી આપી છે કે તેણે હમાસ આતંકવાદી જૂથ સામેની લડાઇમાં નાગરિકોનું રક્ષણ કરવું જ જોઇએ. સોમવારે પેલેસ્ટાઈનના વડા પ્રધાન મોહમ્મદ શતયેહે તેમની સરકારનું રાજીનામું સુપરત કયુ હતું, અને રાષ્ટ્ર્રપતિ મહમૂદ અબ્બાસ આંતરિક સુધારા માટેની યુએસ માંગને અનુપ ટેકનોક્રેટસની નિમણૂક કરે તેવી અપેક્ષા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application