જામનગરમાં પરણીતાને મરવા માટે મજબુર કરનાર પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો

  • December 04, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી દવા માટે માવતરથી પૈસા લાવવાની માંગણી કરાઇ

જામનગરમાં ઢીંચડા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતી એક પરપ્રાંતિય પરણીતાએ પોતાના પતિ અને સાસુ-સસરાના ત્રાસ થી કંટાળી જઈ, ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોતાને પુત્રીને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પતિ- સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની રાજેશકુમાર શ્રીક્રિષ્ના તિવારી (૫૩ વર્ષ), જેની પુત્રી રાસીબેન ના લગ્ન આજથી સાત વર્ષ પહેલાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા શૈલેન્દ્ર અશોકકુમાર દ્વિવેદી સાથે થયા હતા, ૭ વર્ષના લગ્નગાળા દરમિયાન રાસીબેનને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી સાસરિયાઓ દ્વારા અવારનવાર મેણાં ટોણા મારવામાં આવતા હતા, અને દવાના ખર્ચ માટે ત્રણ લાખ રૂપિયા માવતરેથી લઈ આવવા માટે દબાણ કરાતું હતું. જે ત્રણેયના ત્રાસથી કંટાળી જઇ રાસીબેને ગત તા. ૧૪.૧૦.૨૦૨૩ ના દીને પોતાના ધેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. આ બનાવ પછી મૃતક ના પિતા રાજેશકુમાર તિવારી, કે જેઓ તેવા વતનમાંથી જામનગર આવ્યા હતા, અને તેમણે સમગ્ર બનાવ મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાની પુત્રીના શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે તેણીના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પોલીસે રાસીબેનના પતિ શૈલેન્દ્ર અશોકકુમાર દ્વિવેદી, સસરા અશોકકુમાર દ્વિવેદી, અને સાસુ-શુશીલાબેન દ્વિવેદી સામે આઈપીસી કલમ ૩૦૬, ૪૯૮(ક) અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application