યાજ્ઞિક રોડ પર રાત્રીના પૂરપાટ ઝડપે ધસી આવેલી કાર ઓટા સાથે અથડાઇ

  • April 09, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં રાત્રિના કેટલાક કારચાલકો રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજતા હોય તેમ પુરપાટ ઝડપે વાહન ચલાવતા હોય છે. સામાન્યથી લઈ જીવલેણ અકસ્માતની ઘટનાઓ પણ આવા ડ્રાઇવિંગના લીધે જ થતી હોય છે. ત્યારે ગઈકાલ રાત્રિના શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારનાચાલકે કાબુ ગુમાવતા કાર અહીં શોમ પાસે ઓટા સાથે અથડાઇ હતી. બાદમાં અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ મામલે પોલીસે કારચાલક સામે પ્રજાની મિલકતને નુકસાન પહોંચાડવાની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકી પાસે મલબારનો શોમ નજીક ગઈકાલ રાત્રિના પૂરપાટ ઝડપે ધસી આવેલા કારચાલકે સ્ટયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર અહીં ઓટા સાથે અથડાઈ હતી. ઘટનાને લઇ એક તબક્કે અહીં નાસભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતની આ ઘટના બાદ અહીં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી.આ ઘટના અંગે પોલીસે કારચાલક શ્રેયસં જગદીશભાઈ પાનસોરા(ઉ.વ ૨૪ રહે. કે.કે.વી. હોલ પાસે, સમ્રાય એપાર્ટમેન્ટ, ન્યુ કોલેજવાડી) વિદ્ધ ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application