ચૌટા ચેક પોસ્ટ પર નશાખોર કારચાલક પાસેથી મળી વિદેશી દારૂની એક બોટલ

  • September 11, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુતિયાણાની ચોટા ચેક પોસ્ટ પરથી નશાખોર કારચાલકને વિદેશીદા‚ની એક બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો,જ્યારે છાંયાના ભારતીય વિદ્યાલય પાસે રહેતા યુવાનને વિદેશીદા‚ની પાંચ બોટલ સાથે પકડી લેવાયો છે.
કારચાલક સામે બે ફરીયાદ
જેતપુરના નવાગઢ ગામે અવધેશ વિદ્યાલય એરીયાના વાણીયાવાડમાં રહેતો દુષ્યંત પરષોત્તમ જોશી નામનો યુવાન કુતિયાણાની ચૌટા ચેક પોસ્ટ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ વગર નશાની હાલતમાં કાર ચલાવતા નીકળ્યો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો અને કારની તલાસી લેવામાં આવતા ૩૦૦ ‚પિયાની કિંમતની વિદેશીદા‚ની એક બોટલ મળી આવતા પોલીસે દુષ્યંત જોશી સામે બે ગુન્હા દાખલ કર્યા હતા.
દા‚ની પાંચ બોટલ કબ્જે
પોરબંદરના છાંયાચોકી નજીક ભારતીય વિદ્યાલય પાસે રહેતા અજય ખુશાલદાસ કોટેચાને ૧૫૦૦ ‚પિયાની વિદેશીદા‚ની પાંચ બોટલ સાથે પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application