જામનગર જીલ્લા પોલીસવડાના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ

  • December 19, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયબર ક્રાઇમ દ્વારા કરાતી તપાસ : એસપીએ લોકોને રીપ્લાય ન કરવા અપીલ કરી

જામનગર સહિત રાજયમાં અવાર નવાર ફેક આઇડી, ફેક વેબસાઇટ અને ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવાના બનાવો સામે આવતા રહે છે, દરમ્યાનમાં જામનગર એસપીનું બોગસ ફેસબુક એકાઉન્ટ બની ગયાનું સામે આવતા ચકચાર વ્યાપી છે, એકાઉન્ટના માઘ્યમથી પૈસાની માંગણી કરવામાં આવતા અને આ બાબત ઘ્યાન પર આવતા એસપી દ્વારા લોકોને રીપ્લાય ન કરવા અપીલ કરી છે અને બોગસ આઇડી બનાવનાર શખ્સની શોધખોળ માટે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સઘન તપાસ આદરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી જુદા જુદા જીલ્લાઓમાં સાયબર ક્રાઇમના બનાવો વધી રહયા છે, જેમાં ઉચ્ચ હોદા ધરાવનારા અને જાણીતી વ્યકિતના નામે ફેક એકાઉન્ટ બનાવીને તેમના ગ્રુપમાં રહેલાઓને રીકવેસ્ટ મોકલી પૈસા સહિતની માંગણી અને મેસેજો કરવામાં આવતા હોય છે જે અંગે રાજયમાં સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, દરમ્યાનમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે, જેમાં જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ કોઇએ બનાવી લીધુ હતું.
જામનગર એસપીનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યાનું બહાર આવતા તાકીદે આ મામલે જામનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શ‚ કરવામાં આવી છે અને બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવનાર સુધી પહોચવા ચક્રો ગતીમાન કર્યા છે, એસપીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયાની વિગતો સામે આવતા એસપી દ્વારા લોકોને રીપ્લાય ન કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application