પોલીસ હેડ ક્વાર્ટરમાં ચાલુ પરેડે પીએસઆઇને હાર્ટ એટેક આવ્યો

  • June 29, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજરોજ સવારના સુમારે પોલીસ હેડ ક્વાર્ટરમાં ચાલુ પરેડ દરમિયાન એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પીએસઆઇ બી.એચ.પરમારને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપાડતા તેમને તુરંત પોલીસ વાહનમાં સારવાર માટે પ્રથમ સિવિલ બાદમાં ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલુ પરેડ દરમિયાન પીએસઆઇને હાર્ટ એટેક આવ્યાની આ ઘટનાને લઇ આ કાળઝાળ ગરમી વચ્ચે પોલીસ બેડામાં ફિલ્ડમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીઓને પરેડમાંથી મુક્તિ મળવી જોઈએ તેવું ચચર્ઇિ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ સવારના સમારે પોલીસ હેડ કવાર્ટરમાં નિત્યક્રમ મુજબ પોલીસ જવાનો અને અધિકારીઓ દ્વારા પોલીસ પરેડ થઈ રહી હતી. ત્યારે પોલીસ પરેડમાં હાજર એ ડિવિઝન પોલીસ મથક હેઠળની કોઠારીયા ચોકીમાં ફરજ બજાવનાર પીએસઆઇ બી.એચ.પરમારને એકા એક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાતા સાથી પોલીસ કર્મચારીઓએ તુરંત પોલીસ વાહનમાં તેમને સારવાર માટે પ્રથમ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં વધુ સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પીએસઆઇ બી.એચ.પરમાર છેલ્લા બે વર્ષથી રાજકોટમાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઠારીયા ચોકીમાં ફરજ બજાવી રહ્યા છે. આજરોજ સવારે નિત્યક્રમ મુજબ તેઓ પોલીસ પરેડમાં ગયા હતા. દરમિયાન તેમની તબિયત બગડી હતી. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
આજરોજ સવારના સુમારે બનેલી આ ઘટનાને લઇ એવી ચચર્િ પોલીસ બેડામાં થઈ રહી છે કે, ખાસ કરીને આ કાળઝાળ ગરમી વચ્ચે ફિલ્ડમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓને પરેડમાંથી મુક્તિ મળવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application