દ્વારકાની યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

  • July 21, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટી.વી. વિસ્તારના શખ્સ સામે ગુનો : પોલીસની તપાસ

દ્વારકામાં રહેતી ૨૫ વર્ષની એક યુવતીને મારી નાખવાની ધમકી આપી, તેની સાથે બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચરવા સબબ ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા સબીર ગફારભાઈ સોઢા નામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી ગર્ભવતી પણ બની હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસ આઈ.પી.સી. કલમ ૩૭૬ (એન) તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. આકાશ બારસિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application