રૈયાધારમાં ત્રણ વર્ષની બાળા સાથે 14 વર્ષના કિશોરે અડપલાં કર્યાનો આક્ષેપ

  • December 11, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રૈયાધાર વિસ્તારમાં 3 વર્ષની બાળા સાથે પાડોશમાં રહેતા ધો.9 અભ્યાસ કરનાર 14 વર્ષના કિશોરે અડપલાં કયર્નિો આક્ષેપ કરવામાં આવ્યો છે.પોલીસ ગુનો ન નોંધતી હોવાના આરોપ સાથે માતા-પિતાએ પોલીસ કમિશનર કચેરીએ રજુઆત કરી છે.


શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તે અહીં પરિવાર સાથે રહે છે અને તેને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર અને ત્રણ વર્ષની દીકરી છે. ગત તારીખ 3/12 ના રોજ તેને પેરાલિસિસનો એટેક આવતા રાજકોટ સરકારી હોસ્પિટલ સારવાર માટે ગયા હતા. ત્યાંથી રજા અપાયા બાદ ઘરે આવતા અહીં તે તેની પત્ની અને તેનો પુત્ર તથા દિકરી સાથે હતા.


દરમિયાન ત્રણ વર્ષની દીકરી ઘર પાસે રમતી હતી ત્યારે અહીં ઘર સામે જ રહેતો ધો.9 માં અભ્યાસ કરનાર 14 વર્ષનો સગીર દીકરી સાથે રમતો હતો દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો અને દીકરી ઘરે આવી ગઈ હતી. જેથી તેણીની માતાએ કંઈ થયું છે તેમ પૂછતા દીકરીએ કોઈ જવાબ આપ્યો ન હતો.
યુવાને વધુમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, દીકરીને ફરી એકવાર પૂછતા માલુમ પડ્યું હતું કે, પાડોશમાં રહેતા 14 વર્ષના સગીરે બાળકીના ગુપ્તભાગે અડપલા કયર્િ હતા. જેથી આ બાબતે પાડોશીને સમજાવવા જતા આ સગીરના પિતા રાજુ દેવીપુજક અને તેના ભાઈ સચિન તેમને ધમકાવ્યા હતા. આ બાબતે યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આ પિતા-પુત્રની ધમકી આપવા અંગેના ગુનામાં અટકાયત કરી હતી. યુવાને એવા આક્ષેપ કર્યો હતો કે, તેમની દીકરી સાથે થયેલી શારીરિક છેડછાડ અંગે પોલીસે ગુનો નોંધ્યો નથી જેથી આ બાબતે તેમણે પોલીસ કમિશનર કચેરીએ આ અંગે ગુનો નોંધવા લેખિતમાં અરજી આપી છે.

બાળકીનું મેડિકલ ટેસ્ટ કરાવ્યું છે, રિપોર્ટ બાદ કાર્યવાહી થશે: પી.આઇ રજયા
આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.પી.રજયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, યુવાન અને તેમણે તેમના પર આક્ષેપ કર્યો છે બંને પાડોશમાં રહેતા હોય અને એક જ જ્ઞાતિના હોય તેઓને અગાઉ માથાકૂટ પણ થઈ હતી. ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપમાં તથ્ય છે કે કેમ? તે જાણવા માટે હાલમાં બાળકીનું મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application