ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રતિવર્ષ કોલેજ ચોક ખાતે આવેલ સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ માટે પાલિકા તંત્ર દ્વારા ટેન્ડર મંગાવાતા લોકમેળા ના ગ્રાઉન્ડ માટે પાંચ ટેન્ડર આવ્યા હતા. જે નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ તેમજ નગર પાલિકા સદસ્યો ની ઉપસ્થિતિમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાંથી રૂ.૪૫.૦૫ લાખ નું ટેન્ડર ક્રિપાલસિંહ જાડેજા નુ ટેન્ડર મંજુર થવા પામ્યું હતું. આગામી તારીખ ૫ સપ્ટેમ્બર થી તારીખ ૧૧ દરમિયાન લોકમેળાની જમાવટ જામનાર છે.
ગત વર્ષ કરતા ૯.૫૦ લાખની આવક ઓછી થવા પામી.
ગોંડલ નગર પાલિકા સંચાલિત લોકમેળાની આજરોજ ટેન્ડર પ્રક્રિયા નગર પાલિકા ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં સીલ પેક કવરમાં કુલ પાંચ ટેન્ડરો આવ્યા હતા. જેમાં ગત વર્ષે ૫૪,૫૧,૧૨૨ ના ઉંચા ભાવે ટેન્ડર ખુલવા પામ્યું હતું. જ્યારે આ વર્ષે ૪૫.૦૫ લાખ માં ઉંચા ભાવે ટેન્ડર ખુલતા નગર પાલિકાને ૯.૫૦ લાખ ઓછા મળ્યા હતા.લોક મેળા અંગે પાલિકાના લોકમેળા કમિટીના ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ગ્રાઉન્ડની આવેલ કિંમત શહેરના વિકાસના કામોમાં, નંદી શાળામાં તેમજ નગરપાલિકા સંચાલિત સંસ્થાઓમાં વાપરવામાં આવશે.
તેમજ લોકો મેળામાં સીસીટીવી કેમેરા, લાઈવ પ્રસારણ, પોલીસ બંદોબસ્ત, વીમા કવચ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તેમજ સાત દિવસ ચાલનાર આ લોકમેળામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech