અમરેલી અને શેલણામાં જુગાર રમતા ૯ ઝડપાયા

  • September 23, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી કુકાવાવ રોડ વડી–ઠેબી નદીના વચ્ચેના વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રોકડ ૧૧,૨૦૦ની મત્તા સાથે એલસીબીએ ઝડપી લીધા હતા. જયારે વંડા પોલીસે શેલણા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને રોકડ ૧૦,૪૬૦ની મત્તા સાથે પકડી પાડા હતા.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ અમરેલી એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, અમરેલી કુકાવાવ રોડ વડી–ઠેબી નદીના વચ્ચે જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે દરોડો પાડી સંજય વનમાળીભાઇ બારેજા, વિનોદ સુરેશભાઇ બારેજા, પ્રફુલ પોપટભાઇ બારેજા, દિપક સુરેશભાઇ બારેજા, અરવિંદ ભુપતભાઇ ઘોઘારી, દિનેશ પોપટભાઇ માલવી (રહે તમામ રહે.અમરેલી)ને ઝડપી લઇ રોકડ ૧૧,૨૦૦ની મત્તા કબ્જ કરી ગુનો નોંધ્યો હતો.
બીજા દરોડામાં સાવરકુંડલાના શેલણા ગામે જુગાર રમતા જીવણ નનુભાઇ ઝાલાવાડીયા, મગન ભગવાનભાઇ મેર, રઘુ કરશનભાઇને વંડા પોલીસે ઝડપી પાડી રોકડ ૧૦,૪૬૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application