88 વર્ષના દાદાએ હોસ્પિટલમાં ફોડ્યો 'બૉમ્બ', કહ્યું- પેટમાં બૉમ્બ છે

  • January 05, 2023 04:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 
ફ્રાંસમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 88 વર્ષના એક વ્યક્તિના શરીરમાંથી બીજા વિશ્વયુદ્ધના સમયના બોમ્બનો ટુકડો કાઢવામાં આવ્યો છે. ખુદ વૃદ્ધે કહ્યું છે કે તે આ બોમ્બનો સેક્સ ટોય તરીકે ઉપયોગ કરી રહ્યો હતો. જ્યારે તેમણે હોસ્પિટલમાં આ વાત કહી તો બધા ચોંકી ગયાં અને ડરીને હોસ્પિટલમાંથી ભાગવા લાગ્યા. સાવચેતીના પગલા રૂપે ડોકટરોએ આખી હોસ્પિટલને ખાલી કરાવી હતી. ડોક્ટરોએ સર્જરી કરીને તેના શરીરમાંથી બોમ્બનો આ ભાગ હટાવી દીધો છે અને કહ્યું છે કે આ બોમ્બ ફૂટી શકે તેવી હાલતમાં નથી કારણ કે તે ડિફ્યુઝ કરી દેવાયો હતો. 

આ મામલો ફ્રાન્સના ટોલર શહેરનો છે. 88 વર્ષીય વૃદ્ધ સેન્ટ મ્યુઝ હોસ્પિટલ પહોંચ્યા અને તેણે પોતાની સમસ્યા જણાવી. આ સાંભળીને ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા અને હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. હોસ્પિટલના કર્મચારીઓએ લોકોને બહાર કાઢ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી હતી. થોડા કલાકો માટે ત્યાં આવેલા દર્દીઓને પણ બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા હતા. સર્જરી ચાલી ત્યાં સુધીમાં તો બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા.

વૃદ્ધને ક્યાંથી બીજા વિશ્વયુદ્ધના જમાનોનો એક બોંબ મળ્યો હતો. વૃદ્ધને આ વાતની ખબર નહોતી અને તેમણે સેક્સ ટોય તરીકે તેનો ઉપયોગ શરુ કર્યો તેમાં બધું આ થયું અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈને બોંબ પેટ સુધી  પહોંચ્યો આથી તેને દુખાવો શરુ થયો હતો અને હોસ્પિટલમાં જઈને આ બધી વાત કરી કે તેના પેટમાં બોંબ છે તેથી દુખાવો થાય છે. વૃદ્ધની વાત સાંભળીને હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. ડોકટરો સર્જરી કરીને તેના પેટમાંથી 6 સેમી પહોળો અને 20 સેમી લાંબો બોમ્બ બહાર કાઢ્યો હતો તપાસ કરાતા બોંબ પહેલેથી જ ડિફ્યુઝ થઈ હોવાનું જાણવા આવ્યું હતું. એટલે કે, તે ફૂટી શકે તેવી હાલતમાં નહોતો. ફ્રાન્સના લોકોને પણ આ ઘટનાથી ભારે નવાઈ લાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application