CISRrનો ૮૩મો સ્થાપના દિવસ ઉજવાયો

  • October 01, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (ઈજઈંછ), નવી દિલ્હીનો ૮૩મો સ્થાપના દિવસ ૩૦ સપ્ટેમ્બરના રોજ ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઈજખઈછઈં, ભાવનગર, ઈજઈંછ, દિલ્હીની ઘટક સંશોધન પ્રયોગશાળા છે. સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે, ઈજઈંછ-ઈજખઈછઈં એ ઓપન ડે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના ૪૦૦ જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ઈજઈંછ ના ફ્લેગશિપ પ્રોગ્રામ જીગ્યાસા હેઠળ સંસ્થાની વિવિધ સંશોધન સંસ્થાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હતી. જીજ્ઞાસાના સંયોજક ડો. ડી.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ અદ્યતન સંશોધનના જીવંત પ્રદર્શનનો આનંદ માણ્યો હતો અને અત્યાધુનિક પ્રયોગશાળાઓના સંશોધન કાર્ય વિશે માહિતી મેળવી હતી. મુખ્ય મહેમાન પ્રો. કમલ કિશોર પંત, ડાયરેક્ટર, ઈંઈંઝ રૂરકી, ઉત્તરાખંડ એ ઈજઈંછ સ્થાપના દિવસનું વ્યાખ્યાન આપ્યું. ડો. કન્નન શ્રીનિવાસન, નિયામક, ઈજઈંછ-ઈજખઈછઈં, એ કાર્યક્રમને સંબોધિત કર્યો અને કર્મચારીઓને ઈજઈંછ ના ઉત્થાન અને અખંડિતતા માટે કામ કરવા પ્રેરણા આપી. મુખ્ય વિજ્ઞાની ડો.વિશ્વજીત ગાંગુલીએ સૌનું સ્વાગત કરી કાર્યક્રમની માહિતી આપી હતી.  આ કાર્યક્રમ દરમિયાન ઈજઈંછ-ઈજખઈછઈં દ્વિભાષી પુસ્તિકા-૨૦૨૪નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો. પારુલ સાહુ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઈજઈંછ-ઈજખઈછઈંના પ્રશાસન નિયંત્રક સુભાષ ચંદ્ર એન્ટિલ દ્વારા આભારવિધિ સાથે સમાપન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News