કલેકટર કચેરીના 70 ઓપરેટરોને બે મહિનાથી પગાર ન મળતા ભારે દેકારો

  • August 14, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એજન્સી સામે કાર્યવાહી કરવાની ઓપરેટરોની માગણી



રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કલેક્ટર કચેરીમાં ઈ-ધરા સેન્ટર, જન સેવા કેન્દ્ર, પુરવઠા ઝોનલ કચેરી વગેરેમાં ફરજ બજાવતા 70 જેટલા ઓપરેટરોને બે મહિનાથી પગાર ન મળતા ભારે દેકારો બોલી ગયો છે.


ઓપરેટરોના જણાવ્યા મુજબ દર મહિને પાંચ તારીખ સુધીમાં પગાર ચૂકવી દેવાનો આદેશ કલેકટર તંત્ર તરફથી એજન્સીને કરવામાં આવ્યો છે. પરંતુ જૂન મહિનાનો અને જુલાઈ મહિનાનો પગાર હજુ સુધી મળ્યો નથી. જન્માષ્ટમીના તહેવારો માથે આવી રહ્યા છે ત્યારે ઘર કેમ ચલાવવું તે અમારા માટે મોટી સમસ્યા છે. તંત્રએ આ એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી અમને પગાર ચૂકવાઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી ઓપરેટરોની માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application