પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષાની ટેબલટેનીસ અને કુરાશ સ્પર્ધા યોજાઇ

  • August 20, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષાની ટેબલટેનીસ અને કુરાસ  સ્પર્ધાનું આયોજન થતા ૭૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ટેબલટેનીસ સ્પર્ધા
ગુજરાત સરકારન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા ટેબલટેનીસ અંડર ૧૪, ૧૭, અને ૧૯ ભાઇઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલુ. જેમાં પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા, સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, સાન્દીપનિ મંદિરની સામે, પોરબંદર ખાતે કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં અંદાજે ૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ડો. પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા રમતગમત અધિકારી, પોરબંદર, સચીનભાઇ એરડા, તેજસભાઇ વીંછી, ધર્મેન્દ્રભાઇ રાઠોડ, ડો. નરેશકુમાર ભાલીયા, ડો. નીલકેશ પાણખાણીયા, સંગીતાબેન ઓડેદરા તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો, કોચ તેમજ વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.
કુરાશ સ્પર્ધા
૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષા કુરાશ અન્ડર ૧૪, ૧૭, ૧૯ ભાઇઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા, સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેવા આવેલ હતા. આ સ્પર્ધામાં અંદાજીત ૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ડો. પ્રવિણાબેન પાંડાવદરા, જિલ્લા રમતગમત અધિકારી પોરબંદર, નિર્મલાબેન મહેશ્ર્વરી, મહામંત્રી રી્યાઝભાઇ ડોસાણી, શબાનાબેન તુર્ક પઠાણ, જેસલભાઇ કડછા તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો, કોચ તેમજ વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News