ગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર

  • January 23, 2025 07:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષા માટેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ભાગ લેશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા નીચે મુજબ છે:


આ આંકડાઓ દર્શાવે છે કે આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયાર છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પણ આ વર્ષે પરીક્ષા આપશે.


જુઓ પરિપત્ર



કુલ વિદ્યાર્થીઓ: 14.28 લાખ


​​​​​​​

ધોરણ 10ના વિદ્યાર્થીઓ: 8,92,882

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ: 4,23,909

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ: 1,11,384

રીપીટર વિદ્યાર્થીઓ: 1.15 લાખથી વધુ

નિયમિત વિદ્યાર્થીઓ: 12 લાખથી વધુ






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application