રાજકોટની ભાગોળે બે કારમાંથી ૬૪૯ બોટલ દારૂ ઝડપાયો

  • January 04, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પીસીબીની ટીમે રાજકોટ– અમદાવાદ હાઈવે પર વાંકાનેર ચોકડી અને બામણબોર ચેકપોસ્ટ પાસે બે દરોડામાં બે બ્રેઝા કારમાં કારની લાઇટમાં છુપાવેલ કુલ ૬૪૯ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો અને બે કાર સહિત ૧૧.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે. દાના જથ્થા સાથે કાર લે વેચના ધંધાર્થી સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતા. આ શખસો ગોવા ફરવા ગયા બાદ ત્યાંથી દાનો આ જથ્થો અહીં રાજકોટમાં વેચવા માટે લાવ્યા હોવાની કબુલાત આપી હતી.
દાના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પી એસ આઇ એમ.જે.હત્પણ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા, ઘનશ્યામસિંહ ચૌહાણને એવી માહિતી મળી હતી કે, અમદાવાદ હાઈવે તરફથી એક સફેદ કલરની બ્રેઝા કાર નંબર જીજે ૨૭ બીએલ ૫૧૭ માં દાની હેરાફેરી થઈ રહી છે.આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસેથી અમદાવાદ તરફથી આવી રહેલી કાર પોલીસે અટકાવી તેમાં બેઠેલા બે શખસોની પૂછતાછ કરતા તેના નામ પ્રવીણ ગીગાભાઈ વાળા (ઉ.વ ૩૧ રહે. ગંજીવાડા શેરી નંબર ૪૭, રાજકોટ મૂળ, પીપળીયા તા. ધોરાજી) અને શૈલેષ બાવનજી ઝાલાવાડીયા(ઉ.વ ૪૮ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી નંબર ૧૨, દોઢસો ફટ રીંગ રોડ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારની તલાસી લેતા તેમાં પાછળની બંને બ્રેક લાઈટમાં ખાનુ હોય જે શંકાસ્પદ જણાતા કાચ ખોલી જોતા અંદર ખાના હોય જેમાં દાનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે તેમાંથી રૂપિયા ૮૪ હજારની કિંમતનો ૩૩૬ બોટલ દાનો જથ્થો અને કાર સહિત ૫.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
આ દરોડાના બે કલાકના અંતરે જ પસીબીની ટીમ અમદાવાદ તરફથી જ આવી રહેલી બ્રેઝા કાર બામણબોર ચેક પોસ્ટ પાસે અટકાવી કારચાલકની પૂછતાછ કરતા તેનું નામ કેતન પરષોત્તમભાઈ વોરા (રહે. સંસ્કાર એવન્યુ, મવડી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી કઈં મળ્યું ન હતું પરંતુ પાછળ બ્રેક લાઈટમાં ખાનું હોય જે બ્રેક લાઈટના કાચ ખોલી જોતા તેમાંથી પણ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેમાંથી પિયા ૯૭,૩૦૦ ની કિંમતનો ૩૧૩ બોટલ દાનો જથ્થો કબજે કરી કાર સહિત . ૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની પૂછપરછમાં કેતન કાર લે વેચનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પૂછપરછમાં આ ત્રણેય શખસો ગોવાથી દારૂનો આ જથ્થો અહીં છૂટકમાં વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબુલાત આપી હતી. પોલીસે બંને દરોડામાં મળી ૬૪૯ બોટલ દા અને બે કાર સહિત . ૧૧.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. બંને બ્રેઝા કારમાં બ્રેક લાઇટમાં ખાનું બનાવી દારૂ છૂપાવ્યો હતો: પીસીબીની ટીમે રૂા.૧૧.૮૧ લાખના મુદ્દામાલ સાથે ૩ને ઝડપી લીધા. ગોવાથી દારૂ લાવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application