રાજકોટ મહાપાલિકા દ્રારા મેટાન્યુમોવાઇરસ અંગે રાજકોટ મહાપાલિકા દ્રારા હેલ્થ ગાઇડલાઇન જાહેર કરાઇ છે, અમદાવાદમાં કેસ મળતા રાજકોટની હોસ્પિટલો અને તબીબોને સાવચેત અનુરોધ કરાયો છે.
વિશેષમાં મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસના પ્રકોપ અંગે વિવિધ ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. , , અને ભારત સરકાર દ્રારા તા.૩–૧–૨૦૨૫ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે માનવ મેટાન્યુમોવાઈરસ અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે, જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈરસનો કોઈ કેસ નોંધાયેલ નથી.આરોગ્ય વિભાગે રાયમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ની સરખામણીએ ડિરોમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાવેલ નથી. આરોગ્ય વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.
શું કરવું
યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને માલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટ્રિક ખોરાક ખાવો.
પ્રબળ પ્રતિરોધક શકિત માટે પૂરતી ઉઘ લેવી.
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવુ.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું
આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
ચેપ ગ્રસ્ત વ્યકિતએ વ્યકિતગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, માલ અથવા અન્ય વાસણો બીજા વ્યકિતના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું
જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમા વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech