મોડપર સીમમાં શરાબની નાની મોટી 656 બોટલ અને કાર કબ્જે : ખીજડીયા બાયપાસ પાસે છકડા રીક્ષામાંથી 144 બોટલ મળી : જોગવડ અને સમાણા ચેકપોસ્ટ પાસે દારૂ સાથે બે ઝબ્બે
જામનગર પંથકમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા પેટ્રોલીંગ અને ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, દરમ્યાન ચાર સ્થળેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સોને પકડી લેવામાં આવ્યા છે જેમાં ધ્રોલના મોડપર સીમમાં કાર અને ઇંગ્લીશ દારૂની નાની મોટી 656 બોટલ મળી કુલ 4.19 લાખના મુદામાલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા જેમા એકનું નામ ખુલ્યુ હતું. સમરસ હોસ્ટેલની સામે રીક્ષામાં દારૂ લઇને નીકળેલા બે શખ્સ ઝપટમાં આવ્યા હતા તેની પાસેથી 144 બોટલ અને છકડો કબ્જે લેવાયો હતો, સપ્લાયર જામનગરના શખ્સની સંડોવણી સામે આવી હતી જયારે જોગવડ ગામ અને સમાણા ચેકપોસ્ટ પાસે દારૂ લઇને નીકળેલા શખ્સોને પકડી લેવાયા હતા.
ધ્રોલ તાલુકાના મોડપર ગામની સીમમાં સરકારી ખરાબાના બંધ મકાનમાં એક બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની નાની મોટી 656 બોટલ કિ. 1.34.200 તથા બે મોબાઇલ અને એક ફોરવ્હીલ ગાડી મળી કુલ 4.19.200ના મુદામાલ સાથે આરોપીઓને પકડી લીધા હતા. આ અંગે પડધરીના ખાખરા બેલા ગામમાં વાડીએ રહેતા મુળ રાજસ્થાનના જોધપુરના વતની દિનેશ ઉર્ફે નગારા નાયક, પડધરીના ખાખરાબેલાના યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા અને રાજકોટના ફિરોજ સંધી આ ત્રણેયની વિરુઘ્ધ ધ્રોલ પોલીસમાં પ્રોહી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ફરારી શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
અન્ય એક દરોડામાં પંચ-એના પીઆઇ શેખના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા, કોન્સ. હરદેવસિંહ ઝાલાને સંયુકત બાતમી મળેલ કે સમરસ હોસ્ટેલની સામે જાહેર રોડ પર છકડો રીક્ષા નં. જીજે-10-વાય-5196માં વિદેશી દારૂ ભર્યો છે, જેથી દરોડો પાડી શરાબની 144 બોટલ, ઓટો રીક્ષા મળી 1.22 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડા વખતે જામનગરના દરબારગઢ સુભાષ માર્કેટ પાસે રહેતા જતીન કાંતી પીપરીયા અને વિજય ઉર્ફે હિતેશ પારેજીયા આ બંનેને પકડી લીધા હતા. આ દારૂનો જથ્થો જામનગરના જયેશ ચોવટીયા નામના શખ્સે પુરો પાડયો હતો જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જોગવડ પાણીના ટાંકા પાસે મેઘપર પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની 4 બોટલ, પોલીસના પટ્ટાવાળુ સ્પ્લેન્ડર નં. જીજે-10-સી-એસ-6405 અને મોબાઇલ મળી કુલ 32 હજારના મુદામાલ સાથે મુંગણી ગામના યુવરાજસિંહ કિરીટસિંહ દેદા નામના ઇસમને પકડી લીધો હતો.
જયારે જામજોધપુરના દલદેવળીયા ગામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નામનો શખ્સ મોટર સાયકલ નં. જીજે-10-ઇબી-1694માં ઇંગ્લીશ દારૂ આશરે 100 એમએલ પોતાની બાઇકની હેન્ડલમાં કપડાની થેલીમાં બોટલ રાખીને નીકળતા સમાણા ચેકપોસ્ટ પાસેના રોડ પરથી સ્થાનીક પોલીસે પકડી પાડી કુલ 15200નો મુદામાલ જપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech