મવડીમાં રામધન કેસના મુખ્ય સાક્ષી અમદાવાદના વૈદ અમૃત પ્રજાપતિની ૧૦ વર્ષ પહેલાં રાજકોટમાં થયેલી હત્યાના મુખ્ય આરોપી પૈકીના કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.૩૭, રહે. સતં આસારામ આશ્રમ–મોઢેરા, અમદાવાદ)ને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુ ઓપરેશન પાર પાડી કર્ણાટકના કલ બુરગી જીલ્લામાં આવેલા આસારામ આશ્રમમાંથી ઝડપી લીધો હતો.રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે છ જેટલા આશ્રમમાં તપાસ કર્યા બાદ આરોપીનું પરફેટકટ લોકેશન મળ્યું હતું.બાદમાં તેને અહીંથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. વૈદ અમૃત પ્રજાપતિ હત્યા કેસમાં આરોપીઓની ધરપકડનો આકં ૪ પર પહોંચ્યો છે. હજૂ પણ ૭ આરોપીઓ આ કેસમાં વોન્ટેડ છે. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાંચ ચલાવી રહી છે.ત્યારે હાલમાં પકડાયેલા આરોપીને સીઆઇડીના હવાલે કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, તા.ર૩ ને ર૦૧૪ના રોજ આસારામના પૂર્વ અનુયાયી અને આસારામ આશ્રમમાં જ દસેક વર્ષ સુધી વૈદ તરીકે સેવા આપ્યા બાદ આસારામના સામેના યૌન શોષણ કેસમાં જ સાક્ષી બની ગયેલા અમૃત પ્રજાપતિ રાજકોટના સતં કબીર રોડ પર આવેલી શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આવ્યા હતા ત્યારે ત્યાં દર્દીના સ્વાંગમાં આવેલા શખસે તેને ગોળી મારી દીધી હતી.
ગંભીર રીતે ઘાયલ વૈદ અમૃત પ્રજાપતિને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ર૦ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નિપજયું હતું. જે–તે વખતે તેણે આરોપી તરીકે આસારામના અનુયાયીઓ સહિતનાઓના નામ આપ્યા હતા. આ બનાવમાં બી–ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પાછળથી આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેના દ્રારા અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બાકીના સાત આરોપીઓમાંથી મુખ્ય આરોપી કિશોર બોડકે કે જે મૂળ મહારાષ્ટ્ર્રના સોલાપુર જીલ્લાનો વતની છે તે હાલ કર્ણાટકના કોઈ આસારામ આશ્રમમાં આશરો લઈ રહ્યાની ચોકકસ માહિતી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયા અને એમ.એલ. ડામોરને મળી હતી. જેના આધારે પીએસઆઈ એ.એન.પરમારની આગેવાની હેઠળની ટીમ કર્ણાટક મોકલવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચની આ ટીમ દ્રારા અહીં અલગ અલગ છ જેટલા આશ્રમમાં તપાસ કરવામાં આવી હતી.બાદમાં આરોપી કિશોર બોડકે હાલ કલ બુરગી જિલ્લાના આસારામ આશ્રમમાં સેવક તરીકે રહેતો હોવાની માહિતી મળી હતી. જેથી તેની ખરાઈ માટે ક્રાઈમ બ્રાંચની આ ટીમ તે આશ્રમમાં સેવક તરીકે રહી ગઈ હતી.
ત્રણ દિવસ દરમિયાન આશ્રમમાં રહી કિશોર બોડકે ત્યાં જ હોવાની ખાત્રી કરી લીધા બાદ સ્થાનિક પોલીસની મદદથી તેને ઝડપી લીધો હતો.આરોપી કિશોર બોડકે વિધ્ધ આ અગાઉ સુરતના ઉમરા, અડાજણ અને ખાટોદર પોલીસ મથકમાં ખુનની કોશિષ, હત્પમલા સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે.
વોન્ટેડ આરોપીને ઝડપી લેનાર ટીમ
આસારામના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કેસમાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીને ગુપ્ત ઓપરેશન પાર પાડી ઝડપી લેવાની આ કામગીરી ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એલ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે. મોવલીયા, એ.એસ.આઇ.જલદિપસિંહ વાઘેલા, પો.હેડ કોન્સ. સુભાષભાઈ ઘોઘારી, વિજયરાસિંહ જાડેજા, કોન્સ. અર્જુનભાઇ ડવ, સંજયભાઈ ખાખરીયા દ્વારા કરવામાં આવી હતી.
10 કલાકમાં 1200 કિ.મી.નું અંતર કાપી રાજકોટ પહોંચ્યા
કિશોરની ધરપકડ બાદ કણર્ટિકના કાલા બગુડીમાં આવેલ આસારામ આશ્રમમાં સાધકો પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરે તેવી શકયતા હોય જેથી રાજકોટ પોલીસની ટીમે સ્થિતિની ગંભીરતા જાણી 10 કલાકમાં 1200 કિલોમીટરનું નોનસ્ટોપ અંતર કાપી કણર્ટિકથી પરત રાજકોટ આરોપીને લઇ પહોચ્યા હતા.
કિશોર બોડકે આસારામ વિરોધીઓનું હિટ લિસ્ટ બનાવ્યું’તુ
ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ આરોપી કિશોર અસારામનો કટ્ટર ભકત હતો. આસારામના વિરોધીઓ ઉપર ખાસ વોચ રાખતો હતો. લોકો આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી તેમના ઉપર હુમલા કે તેની હત્યાનો પ્લાન કિશોર બનાવતો હતો હતો. કિશોર બોડકેએ ભારતમાં આસારામના સંખ્યાબંધ વિરોધીઓની એક યાદી તૈયાર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech