મગજના તાવના કારણે એક મહિનામાં ચાર રાજ્યોમાંથી 59 લોકોના મોત, ગુજરાતમાં જુલાઈ સુધી 140 કેસ

  • August 02, 2024 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા એક મહિનામાં દેશના ચાર રાજ્યોમાં એન્સેફાલીટીસ સિન્ડ્રોમના કારણે 59 લોકોના મોત થયા છે. ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (AES) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. જૂનથી અત્યાર સુધીમાં કુલ 148 કેસ નોંધાયા છે, જેમાં 59 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં AES કેસ જોવા મળી રહ્યા છે.

31મી જુલાઈ સુધીમાં ગુજરાતના 24 જિલ્લામાંથી 140, ચાર મધ્યપ્રદેશમાં, ત્રણ રાજસ્થાનમાં અને એક મહારાષ્ટ્ર માંથી AES ના દર્દીઓ મળી આવ્યા હતા. અસરગ્રસ્ત રાજ્યોમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે 19 જુલાઈથી AESના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નિવારણ માટેના ઘણા પગલાં: 

તેનાથી બચવા માટે ગુજરાતમાં જાહેર આરોગ્યના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં વેક્ટર કંટ્રોલ, IEC, તબીબી કર્મચારીઓની સંવેદનશીલતા અને દર્દીઓને મોટી હોસ્પિટલોમાં સમયસર રેફરલ માટે જંતુનાશક સ્પ્રેનો સમાવેશ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News