આવતીકાલે ગિરનારને આંબવા દેશભરના ૫૭૦ સ્પર્ધકો દોટ મુકશ

  • February 01, 2025 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢમાં આવતીકાલે  રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૨૦ રાયોના ૫૭૦ સ્પર્ધકો ગીરનાર આંબવા દોટ મુકશે. અધિકારી, દ્રારા લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાશે.જૂનાગઢનો લાલા પરમાર ફરી મેદાન મારશે ? ગત વર્ષની સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત હરિયાણા અને ઉત્તર પ્રદેશનો દબદબો રહ્યો હતો. યારે આ વર્ષે કોણ મેદાન મારશે તે અંગે મીટ મંડાઇ છે.
જૂનાગઢમાં આવતીકાલે કડકડતી  ઠંડીમાં ગિરનાર સર કરવા ૧૭મી રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા યોજાશે.જેમાં ૨૦ રાયો માંથી જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનો મળી ચારેય કેટેગરીમાં ૫૭૦ સ્પર્ધકો વહેલી સવારે ગિરનાર આંબવા દોટ મુકશે. આજે ફિટનેસ સર્ટીફીકેટ રજૂ કર્યા બાદ ભાગ લેનાર સ્પર્ધકોને ચીપ લગાવેલા ટીશર્ટ અપાયા હતા. આવતીકાલે સવારે સ્પર્ધાને  કલેકટર, કમિશનર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ લેગ ઓફ આપી  પ્રારભં કરાવશે. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા આયોજિત યુવાઓના સાહસને પડકારતી ૧૭મી રાષ્ટ્ર્રીયકક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે યોજવામાં આવશે. જેમાં ૨૦ રાયોમાંથી સિનિયર કેટેગરીમાં ૨૪૫, જુનિયરમાં મળી ૧૫૭ ભાઈઓ, સિનિયર બહેનોમાં ૮૭, જુનિયરમાં ૮૧ મળી ૧૬૮ બહેનો સહિત ચારેય કેટેગરીમાંથી કુલ ૫૭૦ સ્પર્ધકો ગુલાબી ઠંડીમાં ગિરનાર આંબવા દોટ મુકશે. ભાઈઓ માટે ૫,૫૦૦ પગથીયા અંબાજી મંદિર અને બહેનો માટે ૨,૨૦૦ પગથીયા માળી પરબ સુધી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામા ૧૪ થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેશે.
રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં સૌથી વધુ ગુજરાતના ૨૦૦, દીવ દમણ ના ૮૭, હરિયાણાના ૫૩, મહારાષ્ટ્ર્રના ૬, રાજસ્થાનના ૨૩, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ૩૩–૩૩, ઉતરાખંડના ૬, તેલંગાણા ના ૫, મણીપુરના ૫, ઝારખંડના ૧, આંધ્ર પ્રદેશના ૨, દિલ્હીના ૪, હિમાચલ પ્રદેશ૧ ,છત્તીસગઢના૩, કર્ણાટકના ૮, પંજાબના ૧, જમ્મુ કાશ્મીરના ૪ અને બિહારના ૯૫ મળી કુલ ૫૭૦ સ્પર્ધકો ભાગ લેશે.
સવારે ૭ વાગ્યે ભાઈઓ– બહેનોની ટુકડી ગિરનાર સર કરવા દોટ મુકશે.સ્પર્ધાને ,કલેકટર અનિલ રાણાવસ્યા, કમિશનર ડો ઓમ પ્રકાશ,જિલ્લ ા  રમત ગમત અધિકારી ગૌરાંગભાઈ ,જુનાગઢ યુવા  વિકાસ અધિકારી નયનાબેન વાળા તથા ઉપસ્થિત મહાનુભવો દ્રારા લેગ ઓફ આપી પ્રારભં કરાવશે.
સ્પર્ધાના અંતે ભવનાથ તળેટીમાં ચારેય કેટેગરીમાં પ્રથમ દસ વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોની ઇનામી રકમમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે પ્રથમ ક્રમાંકે આવનાર વિજેતાઓને ૧ લાખ દ્રિતીયને  ૮૫,૦૦૦, તૃતીયને ૭૦,૦૦૦, ચોથા ક્રમના ૫૫,૦૦૦, પાંચમાં ક્રમાંકને ૪૦,૦૦૦, ૬થી ૧૦ ક્રમાંક આવનાર સ્પર્ધકોને ૨૫,૦૦૦ મળી ચારેય કેટેગરીના સ્પર્ધકોને કુલ ૧૯ લાખની રકમ, શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધકોને દોડવામાં કોઈ પણ અડચણ ન થાય તે માટે  એસપી જાડેજા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના નિદર્શન નીચે વિવિધ વિભાગોના  પોલીસ કર્મીઓ ભવનાથ તળેટી થી અંબાજી મંદિર સુધી વિવિધ પોઇન્ટ પર ખડેપગે રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application