૭ મહિલા સહિત ૫૫ પત્તાપ્રેમી પકડાયા : ૧૪ સ્થળે દરોડા

  • July 31, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી: ૬ જુગારી ફરાર : નવાગમ ઘેડ, ધુંવાવ, દરેડ, ખારવા, માછરડા, ખટીયા, જાખર, અંબર ચોકડી, પડાણા પાટીયા, તારાણા, ધ્રોલ અને મેથાણમાં પોલીસ ત્રાટકી

જામનગર શહેર અને જિલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે, અને અધિક શ્રાવણ માસમાં પણ અનેક જુગારીયાઓની સાથો સાથ મહિલાઓ પણ પાના ટીંચતી ઝપટમાં આવી છે. શહેર, જીલ્લામાં કુલ ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ૭ મહિલા સહિત ૫૫ પત્તાપ્રેમીઓ પકડાયા હતા અને ૬ નાશી છુટયા હતા. જામનગરના નવાગમ ઘેડ, ધુંવાવ, દરેડ, ખારવા, માછરડા, ખટીયા, જાખર, અંબર ચોકડી, પડાણા પાટીયા, તારાણા, ધ્રોલ અને મેથાણમાં પોલીસ ત્રાટકી હતી.
 જામનગરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો નવાગામ ઘેડ નાઘેડવાસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી રામીબેન બાબુભાઈ પરમાર, લીલાબેન જીવણભાઈ ચૌહાણ, ગાયત્રીબેન ભાવિકભાઈ બાબરીયા, ક્રિષ્નાબેન જીગ્નેશભાઈ પરમાર, મનીષાબેન દિલીપભાઈ ગોહિલ, અને જ્યોતિબેન સુરેશભાઈ બારીયા સહિત છ મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ૨,૫૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગર નજીક ઘુંવાવમાં પાડવામાં આવ્યો હતો. ત્યાથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા સીદીકશા ચાંદશા ફકીર, શબીર અબ્બાસ રફાઇ અને મહેબુબ નુરમામદ શેખની પોલીસે અટકાયત કરીને તેઓ પાસેથી રૂપિયા ૧૧૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર નો ત્રીજો દરોડો  દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા વેજાણંદ ભીમાભાઈ ગુજરીયા, ગજજુ મુંજા સાદીયા, માલજી પુનસુર હાજાણીને પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ ૧૭૫૦ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે
 જુગાર અંગેનો ચોથો દરોડો ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ધીરજ બાબુભાઈ ભરવાડ, સેજા બટુક મુંધવા, વિરમ મોમ મુંધવાની અટકાયત કરી છે, જ્યારે પોલીસને જોઈને ભાગી છુટેલા લખન વાણીયા અને પ્રવીણ પુનાભાઈ ચાવડાને ફરારી જાહેર કરાયા છે. પોલીસે પટ્ટમાંથી ૩૨૭૦ની રોકડ અને ગંજીપતા કબ્જે લીધા હતા.
જુગાર અંગે નો પાંચમો દરોડો કાલાવડ ના માછરડા સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી વડે જુગાર રમી રહેલા લાલજીભાઈ પૂનાભાઈ સોંદરવા, વિપુલ તુલશી સોંદરવા અને મહેશ મનજી રાઠોડ નામના ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી લઇ રોકડ રકમ ૫૬૯૦ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
 જુગાર અંગેનો છઠ્ઠો દરોડો લાલપુર તાલુકાના ખટિયા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા અમિતભાઈ નારણભાઈ તાળા, સમાણા ગામના હરેશ વશરામ પરમાર, જામનગર નિલકંઠનગરના બોદુ ઉમર નોયડા, નરમાળાના વિજય ભગવાનજી અમલાણી અને વિરપર ગામના ભોજા જેસા બગડા નામના પાંચ આરોપીઓની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ ૧૨૭૫૦ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત જાખર ગામમાં દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા ખટીયા બેરાજાના ખોડુ સોમા લાલવાણી, જાખરના હરપાલસિંહ બળવંતસિંહ જાડેજા અને અશોકસિંહ ભિખુભા ચુડાસમાને ઝડપી લઇ રોકડા ૪૨૩૦ જપ્ત કર્યા હતા.
વધુ એક દરોડામાં શહેરના અંબર ચોકડી બાવરીવાસ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા શરુ સેકશન રોડ, આઠમાળીયા પાછળ રહેતા અલ્તાફ ફકીરા શેખ, અંબર ચોકડી પાસે રહેતા સુરજ ઉર્ફે સુરીયા કાના કોળી અને ધુંવાવનો મહેબુબ અજીત શાહમદારને પકડી ૨૭૮૦ની રોકડ જપ્ત કરવામાં આવી હતી. જયારે પડાણાથી નવાણીયા રોડ પર બાવળની ઝાડીમાં તિનપતીનો મોજ માણતા પડાણા પાટીયે રહેતા કાસમ રત્ના પરમાર, ધુંવાવના દેવા જલા રાઠોડ, બેઠક પાસે રહેતા ગુલાબ નટુ પરમાર, લાલપુરના નથુ બહાદુર કાપડી, ધુંવાવના ભરત બહાદુર રાઠોડને પડાણા પોલીસે પકડી પાડી રોકડા ૧૦૫૬૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
આ ઉપરાંત પડાણા પાટીયે તિનપતીનો જુગાર રમતા ગોવિંદ રત્ના પરમાર, બળદેવ ઉર્ફે બળીયો રત્ના પરમાર, ધુંવાવના હસન રોશન રાઠોડ અને રાણા રોશન રાઠોડને રોકડા ૫૧૧૦ સાથે દબોચી લીધા હતા. જોડીયાના તારાણા ગામમાં તિનપતીનો જુગાર રમતા અંકલ ઉર્ફે અંકીત પ્રવિણ અઘારીયા, સાગર ઝાલા અધારીયા, કૈલાશ મનુ ચૌહાણ, અશોક પ્રવિણ અધારીયા, ભવાન સવસી અધારીયા અને ગાયત્રીનગરના કિશોર બચુ રાઠોડને રોકડા ૩૩૪૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ દરેડ ગામ પીટીસી કોલેજ નજીક જાહેરમાં તિનપતીનો જુગાર રમતા લાલપુર ચોકડી પાસે રહેતા જગદીશ કાંતી સલાટ, અમર વીનુ સલાટ, વિજય જેન્તી સલાટ, કિરીટ કાંતી સલાટ, ચેતન વસંત રાઠોડ અને શૈલેષ સવજી સલાટને પંચ-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૪૫૬૦ સાથે દબોચી લીધા હતા.
આ ઉપરાંત શેઠવડાળા પંથકના મેથાણ ગામે રોનપોલીસનો જુગાર રમતા બુટાવદરના વિનોદ ડાયા મકવાણા અને મેથાણ ગામના નિલેશ મગન બાબરીયાને રોકડા ૧૫૫૦ અને ગંજીપતા સાથે અટકમાં લીધા હતા, જયારે બુટાવદરના જીણા ઝીકા મકવાણા, મેથાણના રવિ ડાયા બાબરીયા, નરેન્દ્ર હરી બાબરીયા અને અનિલ દેવીપુજક નામના ચાર શખ્સો નાશી છુટયા હતા.
વધુ એક દરોડામાં ધ્રોલના જોડીયા રોડ ચામુંડા પ્લોટ ખાતે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચામુંડા પ્લોટ ખાતે રહેતા સિકંદર ઉર્ફે શિકલો સલીમ મકવાણા, વિજય ખેંગાર પરમાર અને ભાદરા ગામના જરીનાબેન ઇકબાલ લાખાની સ્થાનીક પોલીસે અટકાયત કરી રોકડા ૧૩૫૧૦ જપ્ત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application