બિપોરજોય વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રમાં 50થી 60 km ઝડપે પવન ફુંકાવાનું શરુ, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાની રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક

  • June 11, 2023 07:26 PM 

અરબી સમુદ્રમા સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ આજે મહા વિનાશક વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે અને આગામી 48 કલાકમાં આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તેમાં પણ કચ્છમાં ટકરાઈ શકવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અનેક પંથકમાં 50થી 60 km ઝડપે પવન ફુંકાવાનું શરૂ થયું છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડમાં કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બિપોરજોય વાવાઝોડાની સૌરાષ્ટ્રભરમાં અસર જોવા મળે રહી છે. જેને લઇ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે રાજકોટની મુલાકાતે હતા. તે દરમિયાન રાજકોટના અધિકારીઓની બિપોરજોય વાવાઝોડાની કેવી તૈયારી છે તેની માહિતી મેળવી હતી. સાથે જ સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ છે? તેની પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બેઠકમાં અધિકારીઓ સાથે માહિતી મેળવી હતી. આ બેઠકમાં કલેકટર સહિતના સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
​​​​​​​

આજે વહેલી સવારથી જ મોટાભાગના જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેમના કારણે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. 50થી 60 કી.મી ઝડપે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પવન રહ્યો છે. સાથે જ ભારે પવનના કારણે કેટલી જગ્યાએ વૃક્ષ ધરાશે થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર રાજકોટ અમરેલી પોરબંદર કચ્છ દ્વારકા સહિતના કેટલાય જિલ્લાઓમાં ભારે પવનના કારણે કેટલી જગ્યાએ વૃક્ષ અથવા તો વીજપોલ ધરાશે થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

મનસુખ માંડવીયા જણાવ્યું હતું કે બિપોરજોયને કેન્દ્ર સરકાર પણ ગંભીર છે અને જે કોઈ પણ જરૂર પડશે તે કેન્દ્ર સરકાર મદદ કરશે. વાવાઝોડાની સંભાવનાને બેઠક યોજિત હતી અને જરૂરી મદદની ડોક્ટરોની ટીમ તેમજ અન્ય વિભાગોને પણ કરી હતી. એમ્સના ડોક્ટરો પણ ખડે પગે રહેશે અને ક્યાંય પણ મેડિકલ જરૂર પડશે તેમાં પણ તેઓ મદદ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application