મોરબી નજીક જીવાપર ગામ પાસે ટેન્કરે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા જીકીયારી ગામનાં બે યુવાનનાં મૃત્યુનાં છ વર્ષ પહેલાના કેસમાં રાજકોટ ટ્રિબ્યુનલ દ્વારા વ્યાજ સહીત રૂા.50 લાખ વળતર બંનેના વારસદારોને ચૂકવવા વીમા કંપ્નીને હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, મોરબીના જીકીયારી ગામનાં યુવાન દિનેશભાઈ મોનજીભાઈ પીપળીયા તથા કેશુભાઈ હેમુભાઈ પીપળીયા બન્ને બાઇકમાં જતા હતા ત્યારે જીવાપર ગામ પાસે પહોંચતા જી.જે.- 12-ડબલ્યુ- 8470 નંબરના ટેન્કરે હડફેટે લેતાં બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ થતાં બન્ને યુવાનોનાં મૃત્યુ થયા હતા. જે અંગે ગુજરનારોનાં વારસદારોએ બન્ને કલેઈમ કેસો રાજકોટ ટ્રિબ્યુનલમાં વકીલ રવીન્દ્ર ગોહેલ તથા સંદિપ એમ. રાઠોડ મારફત તા.06/12/2018નાં રોજ દાખલ કયર્િ હતા.
આ અકસ્માતનાં મૃતકો પૈકી દિનેશભાઈ પીપળીયા અપરિણીત અને તેમનાં કુટુંબમાં એકમાત્ર કમાવાવાળા વ્યકિત હતાં અને મૃતક કેશુભાઈ પીપળીયા પરિણીત હતાં અને તેમનાં ઘરમાં તેમનાં સિવાય પરિવારમાં તેમનાં પત્ની, તથા બે સગીર સંતાનો તથા માતાનું ભરણપોષણ કરતાં હતાં. તેથી બંને કેસમાં ગુજરનારોનાં વારસદારોને મહત્તમ વળતર મળે તથા ગુજરનારોની આવક મિનિમમ વેજીસ પ્રમાણે ગણવા તથા બન્ને ગુજરનારોની પ્રોસ્પેકટીવ આવક ધ્યાનમાં લેવા તેવી દલીલો ગુજરનારોનાં વકીલો દ્વારા કરવામાં આવી હતી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટ રજુ કયર્િ હતાં, તે તમામ ધ્યાનમાં રાખી રાજકોટ મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલે ગુજ. દિનેશભાઈ મોનજીભાઈ પીપળીયા તથા ગુજ. કેશુભાઈ હેમુભાઈ પીપળીયાનાં બન્ને કલેઈમ કેસોમાં વારસદારોને વ્યાજ સહીત રૂા.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદારો વતી કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસિસ્ટન્ટ દિનેશ ડી. ગોહેલ તથા જતીન પી. ગોહેલ તથા જયેશ મકવાણા રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech