લદ્દાખમાં બનશે 5 નવા જિલ્લાઓ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી જાહેરાત

  • August 26, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માહિતી આપતાં જણાવ્યું છે કે નવા જિલ્લાઓની રચનાથી લદ્દાખના લોકોને ફાયદો થશે અને મોદી સરકાર લદ્દાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. 


મંત્રાલયે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પીએમ મોદીના લદ્દાખને વિકસિત અને સમૃદ્ધ બનાવવાના વિઝન હેઠળ લેવામાં આવ્યો છે. નવા જિલ્લાઓમાં ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગનો સમાવેશ થાય છે.


પહેલા લદ્દાખમાં માત્ર બે જિલ્લા હતા, હવે 7 છે વર્ષ 2019માં લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. તે સમયે કેન્દ્રશાસિત પ્રદેશમાં માત્ર લેહ અને કારગિલ બે જ જિલ્લા હતા. હવે લદ્દાખમાં વધુ પાંચ નવા જિલ્લાઓ બનાવામાં આવશે.


 પીએમ મોદીએ કહ્યું કે લદ્દાખમાં પાંચ નવા જિલ્લાનું નિર્માણ એ બહેતર શાસન અને સમૃદ્ધિ તરફનું એક પગલું છે. હવે ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જે સેવાઓ અને તકોને લોકોની નજીક લાવે છે. 


લદ્દાખ 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો. 1979 માં લદ્દાખને કારગિલ અને લેહ જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું. 1989માં બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયા હતા. 1990 ના દાયકામાં જ લદ્દાખને કાશ્મીરી શાસનમાંથી મુક્ત કરવા માટે લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી અને 5 ઓગસ્ટ 2019 ના રોજ તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. લદ્દાખ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ છે.


લદ્દાખ ચીન-પાકે સરહદને અડીને આવેલું છે ચીન અને પાકિસ્તાનની સરહદે આવેલ લદ્દાખને વ્યૂહાત્મક અને સંરક્ષણ દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લદ્દાખ પૂર્વમાં તિબેટ, દક્ષિણમાં લાહૌલ અને સ્પીતિ, પશ્ચિમમાં જમ્મુ અને કાશ્મીર અને બાલ્ટિસ્તાન અને ઉત્તરમાં શિનજિયાંગના ટ્રાન્સ કુનલુન પ્રદેશ સાથે સરહદ ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News