એશિયન ગેમ્સ 2023ના પહેલા જ દિવસે ભારતે જીત્યા 5 મેડલ

  • September 24, 2023 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એશિયન ગેમ્સ 2023ના પહેલા જ દિવસે ભારતે પોતાનું મેડલ ખાતું ખોલ્યું છે. ભારતે 2 સિલ્વર મેડલ જીત્યા, આ ઉપરાંત ભારતે શૂટિંગમાં દિવસનો પહેલો મેડલ જીત્યો હતો. બાકીના 3 મેડલ રોઈંગ એટલે કે નૌકાયાન રેસની રમતમાં જીત્યા છે. ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બીજો સિલ્વર મેડલ રોઇંગમાં જીત્યો હતો, જ્યાં ભારતીય પુરુષોએ લાઇટવેઇટ કેટેગરીમાં જીત મેળવી હતી. આ સિવાય રોઈંગમાં ભારતે એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે શૂટિંગમાં દિવસનો 5મો મેડલ જીત્યો હતો.


એશિયન ગેમ્સ 2023માં શૂટિંગ સાથે ભારતની મેડલ ટેલીની શરૂઆત થઈ. ભારતની રમિતા, મેહુલી અને આશીએ મળીને મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્રણેયએ મળીને 1886 પોઈન્ટ બનાવ્યા, જેમાં રમિતાએ 631.9 પોઈન્ટ મેળવ્યા. મેહુલીએ 630.8 જ્યારે આશીએ 623.3 અંક મેળવ્યા હતા.


ટીમ ઈવેન્ટમાં દેશ માટે સિલ્વર જીત્યા બાદ રમિતાએ સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝના મેડલ પણ જીત્યો હતો. રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યાના થોડા કલાકો બાદ જ પુરુષોની રોઈંગ લાઇટવેઇટ કેટેગરીમાં, ભારતના અર્જુન સિંહ અને જાટ સિંહે 6:28:18ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનને મળ્યો હતો. આ પછી ભારતને રોઈંગમાં વધુ બે મેડલ મળ્યા છે. લેખ રામ અને બાબુ લાલ યાદવે રોઇંગની પુરુષોની ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે આ જ રમતની મેન્સ આઈ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. ભારત અહીં ચીનથી માત્ર 2.84 સેકન્ડથી પાછળ રહ્યું હતું.

SILVER MEDAL: Shooting - Ramita, Mehuli Ghosh and Chouksey in Women's 10m Air Rifle (Team)

SILVER MEDAL: Rowing - Arjun Lal Jat and Arvind in Men's Lightweight Double Sculls

SILVER MEDAL: Rowing - Men's Eight

BRONZE MEDAL: Shooting - Ramita in Women's 10m Air Rifle

BRONZE MEDAL: Rowing - Babu Lal Yadav and Lekh Ram in Men's Pair

Cricket: India (52/2) beat Bangladesh (51) to reach women's final

Men's Hockey: India beat Uzbekistan 16-0 in Pool A match

Table Tennis: India lost 2-3 vs Thailand in their women's table tennis team round of 16

Rowing -  Kiran and Anshika Bharti finish 9th in Women's Lightweight Double Sculls

Rowing: India's Aswathi Padinjarayil Babu, Mrunmayee Nilesh Salgaonkar, Priya Devi Thangjam, and Rukmani finish 5th in Women's Four final

Rowing: India's Satnam Singh and Parminder Singh finish 6th in Men's Doubles Sculls



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application