માણાવદરની કોઠારિયા સહકારી મંડળીમાં ૫.૩૭ કરોડના હવાલા કૌભાંડ મામલે ૧૪ સામે ફરિયાદથી ચકચાર

  • April 25, 2023 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ જિલ્લા સહકારી ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટો હવાલા કૌભાંડ સામે આવ્યું છે. માણાવદર તાલુકાની કોઠારીયા વિવિધ સહકારી મંડળીના ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર થી લઈ જુનિયર ક્લાર્ક  સહિત ૧૪ કર્મચારીઓ સામે૫. ૩૭ કરોડની રકમનું હવાલા કૌભાંડ કરી ઉચાપત કર્યાની લેખિત પોલીસ ફરિયાદ કરતા સહકારી ક્ષેત્ર ચકચાર મચી જવા પામી છે. 
જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ ૧૧ એપ્રિલ ૨૦૨૩ ના કોઠારીયા બ્રાન્ચ ના મેનેજર  નિલેશ પાનેરા એ હેડ ઓફિસ ને જાણ કરી જણાવેલ કે કોઠારીયા સહકારી મંડળી અને દગડ સેવા સહકારી મંડળીના ધિરાણ ખાતાઓમાં મંડળીના સરવૈયાઓ માં તફાવત મળતો હોય જેથી બેંક દ્વારા છેલ્લા દસ દિવસથી ગુપ્ત રહે તપાસ કરવામાં આવી હતી જે અંતર્ગત ખાસ સ્પેશિયલ સીએ ની નિમણૂક કરવામાં આવી હતી. 


તપાસ દરમિયાન વર્ષ ૨૦૧૯ થી ૩૧ માર્ચ ૨૦૨૩ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ઉચાપત થયાનું અને ગેરરીટી થયાનું સામે આવ્યું હતું. જેને પગલે જિલ્લા સહકારી બેંકના ડેપ્યુટી મેનેજર  ગોરધનભાઈ વાવૈયા એ ૧૪ કર્મીઓ સામે  બી  ડિવિઝનમાં( કોઠારીયા ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર હાર્દિક ખેંગાર જલુ), સિનિયર ઓફિસર કોઠારીયાકોઠારીયા- ઘેલા કાના ચાવડા) , જગદીશ કરસન જલુ( જુનિયર ઓફિસર કોઠારીયા) , કરસન અરશી પાનેરા( ક્લાર્ક કોઠારીયા) , કાના વીરા જલુ, નિતેશ રાજા ચાવડા, જયુ જયંતિ રાખસીયા( ક્લાર્ક વંથલી) , મનસુખ ગોવિંદ બાલાસરા( મંત્રી દગડ મંડળી) , અશોક ઘેલા સોલંકી( દગડ મંડળી સહ મંત્રી) , કેતન નાજા, દિલીપ અરજણ ચાવડા( પ્રમુખ કોઠારીયા) , દેવદાન જેસિંગ કાનગડ( પ્રમુખ દગડ) , દિપક ભાઇ  ભેરવાડીયા( જુનાગઢ) , જગદીશ મુકેશ જલુ( વાડાસડા માણાવદર) એમ ૧૪ સામે લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી. 
​​​​​​​
ફરિયાદ અંતર્ગત જુનાગઢ એલસીબીએ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય શાખા પરથી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. 
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ હવાલા કૌભાંડને લઈ જિલ્લા બેંક દ્વારા સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આગામી દિવસોમાં જો વધુ નામ ખુલશે તો બેંક દ્વારા હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application