જૂનાગઢ જિલ્લામાં ૪૪,૬૨૮ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

  • March 14, 2023 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી વિદ્યાર્થીઓની કારીકર્દી માટે અગત્યની ગણાતી બોર્ડની પરીક્ષા નો પ્રારંભ થનાર છે .ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત     એસએસસી અને એચએસસી ની પરીક્ષામાં જુનાગઢ જિલ્લામાં જૂનાગઢ અને કેશોદ  ૨  ઝોન  માં પરીક્ષા યોજાશે જૂનાગઢ જિલ્લામાં ધોરણ ૧૦માં ૨૫,૭૭૯, ધોરણ૧૨ સામાન્ય પ્રવાહમાં૧૫, ૮૦૪, વિજ્ઞાન પ્રવાહમાં ૩,૦૪૫ વિદ્યાર્થીઓ  મળી ૪૪,૬૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ ને ગુલાબનું ફૂલ મો મીઠું કરાવી અને તિલક કરી શુભેચ્છા આપવામાં આવશે
​​​​​​​
જુનાગઢ જિલ્લાની જૂનાગઢ અને કેશોદ ૨ ઝોનમાં   યોજાનાર પરીક્ષામાં કલેક્ટર રચિત રાજ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી બી વી વાઢેર ના  નિદર્શન હેઠળ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૩૨ પરીક્ષા કેન્દ્રોમાં ૧૫૭ બિલ્ડીંગના ૧૪૭૧ બ્લોકમાં ૪૪,૬૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે પૈકી ધોરણ  ૧૦ મા ૧૮ પરીક્ષા કેન્દ્રોમાં ૮૭ બિલ્ડિંગના ૮૧૨ બ્લોકમાં ૨૫,૭૭૯ વિદ્યાર્થીઓ ની પરીક્ષા આપશે.ધોરણ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૧ પરીક્ષા કેન્દ્રોમાં ૫૫ બિલ્ડીંગોના ૫૦૩ બ્લોકમાં ૧૫,૮૦૪ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ સાયન્સમાં ૩ કેન્દ્ર પર ૧૫ બિલ્ડીંગોના ૧૫૬ બ્લોકમાં ૩,૦૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા  આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, પ્રાંત અધિકારીઓ તથા રાજકીય આગેવાનો દ્વારા  વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ,  કંકુ ચોખા ,સાથે તિલક અને મોં મીઠુ કરાવી શુભેચ્છા આપવામાં આવશે સલામતીના ભાગરૂપે શહેર અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. પરીક્ષામાં ચોરીના દૂષણને ડામવા તમામ કેન્દ્રોને સીસીટીવી થી સજજ રાખવામાં આવ્યા છે ત્યારે પરીક્ષા સમયે ઓબ્ઝર્વરો ની ટીમ ના માર્ગદર્શન નીચે તમામ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે તે માટે ટીમ ખડે પગે રહેશે મુખ્ય કંટ્રોલ રૂમ પરથી તમામ કેન્દ્રની બાજ નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application