હડિયાણામાં સૌપ્રથમ વખત આઠમના દિવસે ૪૧ કુંડી મહાયજ્ઞનું આયોજન

  • October 16, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરતી-મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે


જામનગર :  શ્રી ખંભલાવ માતાજી મંદિર  હડિયાણા મુકામે ના હવન અષ્ટમીના રોજ તારીખ 22 ઓક્ટોબર 2023 રવિવારના રોજ શારદીય નવરાત્રી આઠમના પવિત્ર પાવન દિવસે સૌપ્રથમ વખત માં ખંભલાવ મા ના પ્રાંગણમાં 41 કુંડી યજ્ઞનું મહા ભવ્ય  આયોજન


મા ખંભલાવનું અસલ સ્વરૂપ ચોટીલા મુકામે ડુંગર ઉપર બિરાજમાન માં ભગવતી રાજ રાજેશ્વરી ચામુંડા માતાજી છે પણ ભૂદેવોની પ્રાર્થના અને તપસ્યાના કારણે માં ચામુંડા માતાજી પ્રથમ વખત માંડલ મુકામે તળાવમાં પ્રગટ થયા અને માએ ભૂદેવની વિનંતી નો સ્વીકાર કરી માંડલ ગામે સ્થાપિત થયા અને ભૂદેવોએ માને ખંભે બેસાડી માની પ્રાણ પ્રતિષ્ઠા કરી જેથી માં ચામુંડા માતાજી માં ખંભલાય કહેવાણા તેમજ હડિયાણા મુકામે માતાજી શ્રી રામજી રાવલની પૂજા આરાધના તપસ્યા અને સાધનાના પ્રતાપે તેમજ શ્રી રામજી રાવલના ખંભે બેસી અને માએ હડિયાણામાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું જેને આજે અંદાજે 500 વર્ષ કરતા વધુ સમય થયેલ છે એવા શ્રી માં ખંભલાવ મા ના આંગણે ભવ્યાતિ ભવ્ય 41 કુંડી યજ્ઞ નું આયોજન સૌપ્રથમવાર થવા જઈ રહ્યું છે જેમાં સમસ્ત માંડલીયા પરિવારને હૃદયના ઉમળકા થી ભાવભર્યું નિમંત્રણ પ્રમુખશ્રી નૈનેશ શંકરલાલ રાવલ તરફથી પાઠવવામાં આવે છે સૌપ્રથમ ગણેશ પૂજન સાથે સવારે 7:30 કલાકે યજ્ઞનો આરંભ થશે તેમ જ સવારે 11:30 કલાકે માના મહાપ્રસાદ નું આયોજન થયેલ છે ત્યારબાદ બપોરના 3.30 કલાકે બીડું હોમવાનો સમય નિર્ધારિત કરવામાં આવેલ છે  આપ સૌના સહકાર તેમજ હાજરીથી પ્રસંગ દીપી ઉઠશે શ્રી માં ખંભલાવ ના આશીર્વાદ લેવા આપ અવશ્ય હાજર રહેશો જેથી આપણી મા કુળદેવી ખંભલાવ માતાજી ઘણાજ રાજી થશે તેવી નમ્ર અપીલ છે આ યજ્ઞના મુખ્ય આચાર્ય પદે પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કમલપ્રસાદ જાની તેમજ તેમની સમગ્ર ભૂદેવ ની ટીમ હાજર રહેશે.


આ સમગ્ર ધર્મકાર્યનું સંચાલન એન્કરીંગ જે બીસીસીઆઈ ના વિડીયો એનાલિસ્ટ છે તેવા હરેશભાઈ ટી રાવલ કરશે તેમજ સમગ્ર યજ્ઞોત્સવને સફળ બનાવવા માટે મા સેવક એવા મેનેજિંગ ટ્રસ્ટી કુ. ઇલાબેન પી રાવલ શ્રી પંકજભાઈ પી રાવલ શ્રી જતીનભાઈ એ રાવલ શ્રી વિપુલ વી વ્યાસ તેમજ શ્રી પંકજભાઈ ડી વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે તમામ યજમાન શ્રી ઓ ને આગલા દિવસે પધારવા વિનંતી છે આપ સૌના રહેવાની જમવાની ઉત્તમ સગવડતા મંદિર તરફથી કરાયેલ છે તેમજ રહેવા માટેની ઉત્તમ સગવડતા હડિયાણા ગામના પ્રબુદ્ધ શ્રેષ્ઠિઓ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે  તેમજ સમગ્ર આયોજન અંગે વિશેષ માહિતી માટે તથા  આપના આગમન માટે અગાઉથી જાણ કરવા નમ્ર વિનંતી મોબાઈલ નંબર 94272 83 444 તેમજ 94 2 67 32 551 પર ફોન કરશો જી સમગ્ર માંડલીયા પરિવારને ભાવભર્યું આમંત્રણ ટ્રસ્ટી ગણ તરફથી  પાઠવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application