રાજ્યની મોટાભાગની પ્રિ-સ્કૂલ મહિલા સંચાલિત છે. પ્રિ-સ્કૂલને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રિ સ્કૂલ ચાલવાવ માટે સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રિમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રિ-સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રિ-સ્કૂલનો સંચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રિ-સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છિનવાઈ જવાની ભીતિ વ્યકત કરી છે. આજે રાજ્યમાં અંદાજે 40 હજાર જેટલી પ્રિ-સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.
11 મહિનાનો ભાડા કરાર થઈ શકે
રાજ્ય સરકાર દ્વારા પ્રિ-સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રિ-સ્કૂલ સંચાલકો પાસે સ્થળ પરનું BU પરમિશન 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાત પણે હોવું જરૂરી છે તેની સામે ગુજરાત પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા 15 વર્ષનું લીઝ અગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી કારણ કે પ્રિ-સ્કૂલ એ ખૂબ જ નાનુ એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી. કારણ કે, મોટાભાગની પ્રિ-સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે. આથી 11 મહિનાનો ભાડા કરાર થઈ શકે પરંતુ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ મળી શકે તેમ નથી. પ્રિ- સ્કૂલને કારણે અનેક મહિલાઓને રોજગારી મળી રહી છે.
અમદાવાદમાં રાજ્યભરના સંચાલકો એકત્ર થયા
ગુજરાત રાજ્યમાં હાલમાં નવી પ્રિ-પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જેના માટે BU પરમિશન સહિત કેટલાક નિયમો માટે ફેરફાર કરવા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા આજરોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રિ-સ્કૂલ સંચાલકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અનેક વખત અરજી આપવામાં આવી
આ ઉપરાંત તમામ લોકો સાથે મળીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરીને તેમને આવેદનપત્ર આપવા પહોંચશે. અગાઉ પણ પ્રિ-સ્કૂલ સંગઠન દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અનેક વખત અરજી આપવામાં આવી છે કે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવે પરંતુ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં ન આવતા આજે હડતાળ પાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech