રાજકોટ મહાપાલિકામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યા માટે બે દી’માં 4000 અરજી

  • December 25, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં લાંબા સમય બાદ જુનિયર ક્લાર્કની ભરતી નીકળતા શિક્ષિત બેરોજગાર યુવા વર્ગએ દોટ મૂકી છે, 128 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરતાની સાથે ફક્ત બે દિવસમાં જ 4000 અરજીઓ આવી છે અને હજુ લગાતાર ઓનલાઇન ઓરજીઓ મળી રહી છે તેમ મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જુનિયર ક્લાર્કની કુલ 128 જગ્યાઓમાંથી 57 જગ્યા બિન અનામત છે અને તે પૈકીની 19 મહિલા અનામત છે. જ્યારે 8 જગ્યા આ.ન.વ., 34 જગ્યા શારીરિક- શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત, આઠ અનુ.જાતિ માટેની અનામત છે તદ્દઉપરાંત 20 જગ્યા માજી સૈનિકો માટે તેમજ સાત જગ્યા દિવ્યાંગ અનામત છે. દરેક કેટેગરીની અનામતમાં પણ અમુક હિસ્સો મહિલા અનામત છે.
ચચર્તિી વિગતો મુજબ ભરતી જાહેર થઇ ત્યારથી જ મહાપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપર ભલામણોનો મારો શરૂ થઇ ગયો છે. ઉપરોક્ત જગ્યા માટે અરજી કરવાની અંતિમ તા.10 જાન્યુઆરી 2024 છે. ભરતી માટેની લાયકાત અને પગાર ધોરણ સહિતની વિગતો રાજકોટ મહાપાલિકાની વેબસાઈટ . ળિભ. લજ્ઞદ.શક્ષ ઉપર ઉપલબ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application