રાજકોટ જિલ્લ ા સમાહર્તા તંત્રના કર્મચારીઓ માટે આગામી વર્ષે આવાસની ગીફટ મળે તેવા સમાચાર સાંપડી રહ્યા છે. બંગલોથી લઈ ટુ બીએચકે કવાર્ટર સહિતના અંદાજે ૧૫૦ કરોડથી વધુના ખર્ચે રાજકોટ જિલ્લ ાના તાલુકા કક્ષાએ કર્મચારીઓ માટે ૪૦૦ જેટલા આવાસનું નિર્માણ કરવામાં આવશે. આ માટે કલેકટર તત્રં દ્રારા રીપોર્ટ સહિતની તૈયારીઓ આરંભી દેવાઈ છે. સરકારમાં દરખાસ્ત મોકલ્યા બાદ મંજુરી આવ્યે આવાસ નિર્માણનું કામ ચાલુ થશે.
રાજકોટ જિલ્લ ાના ગોંડલ, ધોરાજી, પડધરી, લોધીકા, જેતપુર, જસદણ, કોટડાસાંગાણી, ઉપલેટા સહિતના તાલુકામાં મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવા આવાસ બનાવવામાં આવશે. રાજકોટ જિલ્લ ા કલેકટર પ્રભવ જોષીના વડપણ હેઠળ નવા આવાસ બનાવવા માટેનો પ્રાથમીક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ આવાસ બનાવવાનું કામકાજ સંભાળતી રાય સરકારની આરએન્ડબી કચેરીને સુપ્રત કરાયો હોવાનું જાણવા મળે છે અને આ રીપોર્ટ પર ૧૫ દિવસમાં વર્ક કરીને ફાઈલ રીપોર્ટ સાથે પરત આપવા કલેકટરે સુચના આપી હોવાની વિગત સાંપડી રહી છે.
પ્રાંત અધિકારી માટે ૪ બંગલો, મામલતદાર માટે ૧૩ આવાસ તેમજ નાયબ મામલતદાર માટે ૧૭૬ અને કલાર્ક કક્ષાના કર્મચારીઓ માટે ૨૦૩થી વધુ મળી અંદાજે કુલ ૪૦૦ આવાસ અલગ અલગ તાલુકા કક્ષાએ બનાવવાનો પ્લાન છે અને તેની પાછળ ૧૫૦ કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ મંડાયેલો છે. રાજકોટ જિલ્લ ાના તાલુકામાં કલેકટર હસ્તગત સરકારી જમીનો પર આ નવા આવાસ નિર્માણ કરવામાં આવશે. જમીન સહિતનો ખર્ચ અંદાજ લગાવવામાં આવે તો આ પ્રોજેકટ ૫૦૦ કરોડ જેટલો થઈ શકે તેમ છે.
હાલના તાલુકા કક્ષાના મામલતદાર તેમજ પ્રાંતના કેટલાક આવાસ જર્જરીત બની ગયા છે. આ આવાસ રીપેર ન થઈ શકે તો તે તોડીને ત્યાં નવા આવાસ નિર્માણ થશે. આરએન્ડબી કચેરી દ્રારા આવાસ સંદર્ભે રીપોર્ટ આવ્યા બાદ રાજકોટ કલેકટર દ્રારા સરકારમાં આવાસ બનાવવાની ગ્રાન્ટ મેળવવા અથવા નવા બજેટમાં આ પ્રોજેકટ સમાવેશ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવશે. જો બજેટ પુર્વે નવા આવાસ માટેની ગ્રાન્ટ મંજુર કરવામાં આવશે તો આગામી વર્ષે નવા આવાસનું નિર્માણ શરૂ થઈ જશે.
નવા આવાસ બનવાથી હાલ જર્જરીત આવાસમાં રહેતા કર્મચારીઓને નવા આવાસ મળશે. આ ઉપરાંત જે કર્મચારીઓ ફીકસ પગારમાં ભાડે મકાનમાં રહે છે તેઓને પણ રાહત થશે. હાલ કલેકટરે કર્મચારીઓના હિતમાં આવાસનો નિર્ણય લીધો છે પરંતુ સરકાર તરફે કેટલી સજાગતા દાખવવામાં આવે તેના પર નિર્ભર રહેશે
ઉપલેટા મામલતદાર કચેરી નવી બનશે
રાજકોટ જિલ્લાની ઉપલેટા ખાતેની મામલતદાર કચેરી જુની, નાની અને જર્જરીત હાલતમાં છે. આ કચેરી પર ભાયાવદર અને અન્ય નાના તાલુકાઓનો વહીવટ થાય છે. મામલતદાર કચેરીમાં સ્ટાફ અને બેસવા માટે પુરતી સવલત મળી રહે તેમજ અન્ય સુવિધા મળે તે અર્થે આ જુની કચેરીની જગ્યાએ નવી કચેરી બનાવવાનો પણ પ્લાન હોવાનું જાણવા મળે છે. જુની કચેરીની જગ્યાએ અંદાજે ૧.૫૦ કરોડના ખર્ચે બે માળની કચેરી બનાવવામાં આવશે. જેમાં મામલતદારની ઓફિસ ઉપરાંત ઈ–ધરા તેમજ અન્ય વિભાગના અલગ અલગ રૂમ સાથે નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech