કાલાવડ પાસે એસટી બસ–કાર અકસ્માતમાં ૪ના મૃત્યુ, ઇજા અંગે ૧.૧૧ કરોડ વળત

  • September 19, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા સરવાણીયા ગામના પાટિયા પાસે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યકિતના મૃત્યુ તેમજ એકને ઇજા અંગેના ત્રણ વર્ષ પહેલાંના કલેઇમ કેસમાં કોર્ટ દ્રારા લોહાણા સમાજના હતભાગી કોટક અને કટારિયા પરિવારોને . ૧.૧૧ કરોડ વળતર ચૂકવવા હુકમ કર્યેા છે.
આ અંગેની હકીકત મુજબ, કાલાવડ શીતળા નજીક સાતોદડ ગામે લોહાણા પરિવારના સુરાપુરા અને માતાજીના દર્શન માટે જીજે ૩ એલ ૯૦૪૮ નંબરની કારમાં તારીખ ૨૫ ૧૨ ૨૧ના રોજ પરિવાર દર્શન કરવા કરવા માટે નીકળ્યા હતા, ત્યારે સરવાણીયા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતી જીજે ૧૮ વાય ૪૧૪૩ નંબરની ગોંડલ કાલાવડ ટની એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં નિધિબેન મનસુખભાઈ કટારીયા, નિતેશભાઇ મનસુખભાઈ કટારીયા, મીત રસિકભાઈ કોટક અને ધારાબેન અક્ષયભાઈ કોટકનું મૃત્યુ નીપયું હતું. યારે ધ્વનિ બેન બીપીનભાઈ કોટકને પહોંચી હતી.કાલાવડ પોલીસ સ્ટેશન ધ્વારા મોટર કારના
ડ્રાઈવર કમ માલિક નિતેશભાઈ મનસુખભાઈ કટારીયા સામે પોલીસે બેદ૨કારી અંગે ગુનો નોંધી ચાર્જશીટ કયુ હતું. મૃતક અને ઇજાગ્રસ્તના પરિવારોએ અદાલતમાં વળતર મેળવવા માટે કલેઇમ કેસ દાખલ કર્યેા હતો, જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં એસ.ટી.ના વકીલે દલીલમાં પોલીસે કાર ડ્રાઈવર સામે ફોજદારી ગુન્હો નોંધેલ છે, એસ.ટી.ના પેસેન્જરે કારની બેદરકારી લખાવેલી છે. એસ.ટી.બસની વળતર ચુકવવાની જવાબદારી નથી.
આ સામે અરજદારોના વકીલ મોદનની એવી દલીલ હતી કે બન્ને મોટા વાહનો છે અને બન્ને સામસામા અથડાયેલા છે. બસ સરકારી છે તેથી કારના ગુજરનાર ડ્રાઈવર સામે ગુન્હો નોંધાયેલ છે. તેથી બન્ને વાહનોની ૫૦% – ૫૦% વળતર ચુકવવાની જવાબદારી થાય છે. અરજદારના વકીલે ઉપરોકત દલીલ માટે જુદા જુદા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની ઓથોરિટી ૨જુ કરી હતી. જે દલીલો માન્ય રાખી ગુજ. નિધિબેન મનસુખભાઈ કટારીયાનું . ૧૭.૪૬ લાખ, ગુજ. નિતેશ મનસુખભાઈ કટારીયાનું . ૨૦.૨૦.લાખ, ગુજ. મીત રસીકભાઈ કોટકનું . ૨૪.૩૦ લાખ, ગુજ. ધારાબેન અક્ષયભાઈ કોટક . ૨૪.૭૦ લાખ અને ઈજા પામનાર ધ્વનિબેન બીપીનભાઈ કોટકનું .૧૩.૩૫ લાખ મળી . ૧.૧૧ કરોડ પુરા ચુકવવા હત્પકમ કર્યેા છે. તેમાં ઈફકો ટોકીયો અને એસ.ટી. સામે ૫૦ %  ૫૦ % વળતરની જવાબદારી નકકી તે કરી તે પ્રમાણે ઈફકો ટોકીયો તથા એસ.ટી. કોર્પેારેશન સામે હત્પકમ કર્યેા છે. આ કલેઈમ કેસમાં રાજકોટના સિનિયર વકીલ એ.જી.મોદન, એફ.એ.મોદન, એન.એ.મોદન રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application