જૂનાગઢની સગીરાનું અપહરણ કરી પ્રેમીએ દગો દીધો હતો અને દુષ્કર્મ કર્યા પછી મિત્રોના હવાલે કરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના પ્રકરણમાં રાજકોટની ૭ હોટલોમાં દુષ્કર્મ આચરવામાં આવ્યાનું ખુલતા પોલીસ દ્રારા ૩ હોટલ મેનેજર સહિત ૪ની ધરપકડ કરી આજે બપોરે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.આ ચકચારી પ્રકરણમાં પોલીસે સગીરા કિસાન પરા રોડ પર આવેલ હોટલ ઓમ ખાતેથી કિરણ બીસ્ટ નામના માણસ સાથે મળી આવેલ અને પૂછપરછ કરતા અરબાઝ મુલતાની નામના છોકરા સાથે પ્રેમ સંબધં હોય અરબાઝે રેહાનને દોલતપરા નાકા સુધી મૂકી જવાનું જણાવેલ અને રેહાન બાઈક પર લઈ જઈ જૂનાગઢમાં એક એપાર્ટમેન્ટમાં ગયેલ અને સગીરા સાથે શરીર સંબધં બાંધી દોલતપરા બસ સ્ટોપ સુધી મૂકી ગયેલ ત્યારબાદ રાજકોટ ગોંડલ ચોકડીએ ઉતરીને અરબાજને ફોન કરતા અરબાજ તેને તેડીને રાજકોટની હોટલમાં લઈ ગયો હતો.સમગ્ર મામલે પોલીસે યુવતીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતા રાજકોટની અલગ અલગ હોટલમાં ગ્રાહકો બોલાવી સગીરા પર દેહ વિક્રય થયા અંગે જણાવ્યું હતું. દુષ્કર્મમાં ૧૪ શખ્સોના નામ ખુલ્યા હતા.જે પૈકી રીહાન ઉર્ફે રેહાન યુસુફ શેખ રહે જૂનાગઢ, કિરણ કાલુસિંહ બીસ્ટ રહે રાજકોટ બંનેને ઝડપી લીધા હતા અને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.ત્યારબાદ એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ કોળી સહિતની ટીમે દુષ્કર્મ મામલે રાજકોટની વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરી અને અન્ય ઈસમોને ઝડપી લેવા વધુ તપાસ કરવામાં આવી હતી.
દેહવિક્રય મામલે સગીરાએ પૂછપરછ દરમ્યાન હોટલો ની વિગત આપી હતી જેમાં પોલીસની ટીમે ઐંડાણપૂર્વકની તપાસ શ કરતા મળેલી વિગતમાં રાજકોટ હોટલ ગ્લોરીમાં અરબાજ સગીરાને લઈ ગયેલ અને ત્યાં સગીરા પર અવારનવાર શરીર સંબધં બાંધી તેના મિત્ર કૃપાલને મોકલેલ ત્યારબાદ કૃપાલ તેને હોટલ શિવ શકિતમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શરીર સંબધં બાંધ્યો હતો. અરબાઝનો મિત્ર અંશુ સુમરા તેને હોટલ વાત્સલ્યમાં લઈ ગયેલ અને શરીર સંબધં બાંધી જતો રહેલ બાદમાં હાર્દિક તથા ફર્દીન સિંધી નામના છોકરા પણ અલગ અલગ દિવસે હોટલ કિંગલેન્ડમાં લઈ ગયેલ તથા સતયુગ ઉર્ફે સત્યમ નામનો માણસ હોટલ જસ્મીનમાં લઈ ગયેલ અને યુવકોએ શરીર સંબધં બાંધ્યો હતો.
હોટલ જસ્મીનનો મેનેજર જસ્મીન મકવાણાએ પણ સગીરા સાથે શરીર સંબધં બાંધ્યો હતો.ત્યારબાદ સગીરા કિશનપરા રોડ પર આવેલ હોટલ ઓમમાં જતી રહેલ અને સાત દિવસ સુધી ત્યાં રોકાયેલ હતી.
ઓમ હોટલના મેનેજર આકાશ ઓડ અને તેના મળતીયા માણસો સગીરા પાસે ગ્રાહકો મોકલતા હતા અને હોટલમાં જ વેશ્યાવૃત્તિનો ધંધો કરાવતા હોવાની હકીકત સામે આવી હતી.
એ ડિવિઝનની ટીમ દ્રારા રાજકોટમાં વિવિધ હોટલોમાં તપાસ કરી હોટલોના રજીસ્ટર તપાસતા હોટલમાં સગીરાના આધારકાર્ડના બદલે અન્યના આધાર કાર્ડનો ઉપયોગ કર્યેા હોવાની વિગતો સામે આવી હતી.જેથી
સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા અને તપાસ અને પૂછપરછ બાદ હોટલમાં જ દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે સગીરાને ભોગ બનાવવા મામલે અર્જુનસિંહ ધર્મરાજસિંહ ઓડ રહે રાજકોટ રાજપુત પરા શેરી નંબર ૧, હિરેન જગદીશભાઈ સાપરા રહે અવધૂત હોટલ, હોટલ જસ્મીનના મેનેજર જસ્મીન દિનેશ મકવાણા રહે. મૂળ પોરબંદર અને હાલ મિલપરા ૧૪ જસ્મીન હોટલ, ત્રણેય હોટલ મેનેજર તથા હાર્દિક દીપક ઝાપડા રહે. લોધિકા એમ મળી કુલ ચાર યુવકોને ઝડપી આજે રિમાન્ડની માંગ સાથે બપોરે કોર્ટમાં રજૂ કર્યા હતા.
એ ડિવિઝન પી.આઈ કોળીના જણાવ્યા મુજબ સગીરા પર દુષ્કર્મ કરવા મામલે ૧૪ શખ્સોની સંડોવણી સામે આવી હતી જે પૈકી પ્રથમ બે અને ત્યારબાદ ચાર એમ કુલ છ શખ્સોને ઝડપી લીધા છે.યારે અન્ય યુવકોને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડનો ચેક રિટર્ન કેસની પ્રોસિડિંગ સ્ટેની આરોપી કંપનીની અરજી ફગાવાઈ
May 08, 2025 03:07 PMપોરબંદર જિલ્લાનું ધોરણ ૧૦નું ૮૦.૪૨ ટકા પરિણામ થયુ જાહેર
May 08, 2025 03:06 PMવર્ગ-૪ના પાર્ટ ટાઈમ શ્રમયોગીની કાયમી થવાની અરજી લેબરકોર્ટ દ્વારા નામંજુર
May 08, 2025 03:04 PMરૂ. 15 લાખ 18 ટકા વ્યાજ સાથે મિત્રને સુપ્રત કરવા એસ્ટેટ બ્રોકરને કોર્ટનો હુકમ
May 08, 2025 03:00 PMહિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર
May 08, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech