ગોવામાં ત્રીજી G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની યોજાઈ બેઠક, 80થી વધુ પ્રતિનિધિઓએ લીધો ભાગ

  • May 10, 2023 09:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ (DWG)ની ત્રીજી બેઠક ગોવામાં યોજાઈ હતી. 8 થી 11 મે દરમિયાન યોજાયેલી આ બેઠકમાં G20 સભ્યો, 9 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોના 80 થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. DWG મીટિંગના બીજા દિવસની શરૂઆત 'ECHO' ના ઉદઘાટન સાથે થઈ. આ પ્રસંગે ‘મહિલા નેતૃત્વ વિકાસ’ પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવામાં મહિલાઓની ભૂમિકા દર્શાવવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ, પોષણ, આબોહવા પરિવર્તનના મુદ્દાઓ અને આર્થિક સશક્તિકરણમાં તેમના યોગદાનમાં ભારતની તાકાત દર્શાવવામાં આવી હતી.


આ બેઠકની અધ્યક્ષતા ભારતના DWGના સહ-અધ્યક્ષ- વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી કે.કે. નાગરાજ નાયડુ અને ઈનમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી. DWG બેઠકનું ઔપચારિક ઉદઘાટન વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક સંબંધો) શ્રી દમ્મુ રવિના વિડીયો સંદેશથી કરવામાં આવ્યું હતું.


બેઠકના બીજા દિવસે કુલ ત્રણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા, કેન્દ્રીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (G-20) ઈનમ ગંભીરે જણાવ્યું હતું કે, “પ્રદર્શનમાં પાયાના વ્યવસાયો, મહિલા ઉદ્યોગસાહસિકો, પર્યાવરણવાદીઓ અને મહિલા જૂથો સાથે કામ કરતા લોકોને દર્શાવવામાં આવ્યા. વધુમાં તેમણે જણાવ્યું કે, આ પ્રદર્શન પ્રતિનિધિઓ માટે ગોઠવવામાં આવ્યું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂચવવામાં આવેલા વિકાસ કાર્ય જૂથ માટે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ, પોષણ, આબોહવાની સમસ્યાઓ અને આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવે છે. અમારો પ્રયાસ ભારતની પાયાની મહિલાઓ આ પહેલોનું નેતૃત્વ કરી રહી છે તે દર્શાવવાનો છે."


સત્રો વચ્ચેના વિરામ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી ‘મહિલાઓના નેતૃત્વમાં વિકાસ’ની થીમ પર એક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગોવા સરકારના સહયોગથી, G20 પ્રતિનિધિઓને પણ ગોવાના સમૃદ્ધ વારસાની ઝલક જોવા મળી. ગોવા સરકારના કેટલાક વરિષ્ઠ મહાનુભાવોએ પણ આ પ્રસંગે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

  

DWG મીટિંગ પહેલા 8 મેના રોજ મહિલા નેતૃત્વ વિકાસ પર એક સાઈડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટ દરમિયાન, લિંગ સમાનતા અને મહિલાઓની આગેવાનીમાં વિકાસ હાંસલ કરવા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, G-20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપ (DWG)ની બેઠક ગયા વર્ષે 13 થી 16 ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં યોજાઈ હતી જ્યારે DWGની બીજી બેઠક આ વર્ષે એપ્રિલમાં કેરળના કુમારકોમમાં યોજાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application