જીએસટી કાઉન્સિલની બેઠક આજે મળવાની છે, જેમાં મંત્રીઓના જૂથની દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે. તેમાં તમાકુ અને ઠંડા પીણા જેવી વસ્તુઓ માટે ૩૫ ટકાનો નવો ટેકસ સ્લેબ દાખલ કરવો, નોટબુક, બોટલ્ડ વોટર અને સાયકલ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો અને આરોગ્ય અને જીવન વીમા પરના પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે.
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે જે લોકો સિગારેટ અને તમાકુનું સેવન કરે છે તેમના ખિસ્સામાંથી ખર્ચમાં વધારો થવાનો છે કારણ કે તમાકુ, સિગારેટ અને તેના જેવા ઉત્પાદનો પર જીએસટી વધી શકે છે. હવે નિષ્ણાતોએ તમાકુ ઉત્પાદનો પર ૩૫ ટકાના સીન ટેકસટ સ્લેબની ગૃપ આફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની તાજેતરની ભલામણને સમર્થન આપ્યું છે, જે હાલમાં ૨૮ ટકા છે. તેમણે દલીલ કરી હતી કે તમાકુ પરના ટેકસમાં વધારો કરવાથી માત્ર જીવન જ નહીં પરંતુ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે અને સ્વસ્થ અને વિકસિત ભારતના વિઝનને આગળ વધારશે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાથી તમાકુના સેવન પર અંકુશ આવશે અને નિવારક આરોગ્ય સેવાઓને ભંડોળ મળી શકશે. ડો. આલોક ઠાકરે, નેશનલ કેન્સર ઇન્સ્િટટૂટ, ભારત સરકારના વડા અને એઈમ્સ, નવી દિલ્હીના પ્રોફેસર, જણાવ્યું હતું કે, તમાકુ સંબંધિત રોગો ભારતની આરોગ્ય પ્રણાલી પર અસહ્ય બોજ મૂકે છે. તમાકુના વપરાશને ઘટાડવામાં વૈશ્વિક સ્તરે કર વધારો અસરકારક છે તે સાબિત થયું છે. તેમણે એવું પણ સૂચન કયુ હતું કે લોકોને સસ્તા, હાનિકારક વિકલ્પો તરફ સ્વિચ કરતા અટકાવવા માટે ભારતે તમામ તમાકુ ઉત્પાદનોને મજબૂત ટેકસ બ્રેકેટ હેઠળ લાવવા જોઈએ.
નિષ્ણાતો દલીલ કરે છે કે સીન પ્રોડકટમાંથી આવકમાં વધારો આ દર કટને સરભર કરવામાં મદદ કરી શકે છે, નાગરિકોને રાહત આપે છે અને જાહેર આરોગ્ય લયોને આગળ ધપાવે છે. લખનૌ યુનિવર્સિટીના આરોગ્ય અર્થશાક્રના પ્રોફેસર ડો. અરવિંદ મોહને તમાકુ કરને ભારતની વિકસિત રાષ્ટ્ર્ર બનવાની આકાંક્ષા સાથે જોડો હતો. તેમણે કહ્યું, તમાકુનો ઉપયોગ આપણી સૌથી મોટી સંપત્તિ – માનવ મૂડીને નુકસાન પહોંચાડે છે, છેલ્લા એક દાયકામાં, તમાકુ ઉત્પાદનો પરના કરનો બોજ સતત ઘટી રહ્યો છે, જે વૈશ્વિક માપદંડોથી નીચે છે. તમાકુ સંબંધિત મૃત્યુદર અંગે, આઈસીએમઆરની નેશનલ ઇન્સ્િટટૂટ આફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિક ડો. પ્રશાંત કુમાર સિંઘે જણાવ્યું હતું કે ભારતમાં ૨૦૧૯ અને ૨૦૨૧ ની વચ્ચે આવા રોગોને કારણે કરોડો મૃત્યુ થયા છે. ડો.સિંઘે કહ્યું કે તમાકુ ટેકસથી આવકમાં ફાયદો થશે.
ડો. પ્રિતમે કહ્યું, ડબલ્યુએચઓ ભલામણ કરે છે કે તમાકુ પરનો ટેકસ છૂટક કિંમતના ઓછામાં ઓછા ૭૫ ટકા હોવો જોઈએ, જો કે, હાલમાં ભારતમાં સિગારેટ પર માત્ર ૫૭.૬ ટકા અને મશીનથી બનેલી બીડી પર ૨૨ ટકા કર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના શપથ ગ્રહણમાં જોવા મળ્યો આતંકી પન્નુ, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, જુઓ વાઇરલ વીડિયો
January 22, 2025 10:10 AMPD Champions Trophy: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડ 79 રનથી હરાવ્યું
January 21, 2025 09:41 PMOne Nation One Election: વન નેશન વન ઈલેક્શન પર JPC ની બીજી બેઠક 31 જાન્યુઆરીએ યોજાશે
January 21, 2025 07:56 PMટ્રમ્પે શપથ લેતાની સાથે જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી મોકલી શકાય છે પરત
January 21, 2025 07:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech