ભાવનગર : બોરતળાવના ઓવર ફ્લો પાણી ને અવરોધ કરતા ૩૫ પાક્કા બાંધકામો તોડી પાડયા

  • October 10, 2023 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

આરટીઓ થી જવેલસ સર્કલ સુધીમાં પાણીને અવરોધ કરતા મકાનો પર મહાનગર પાલિકાના બુલડોઝર ફરી વળ્યા


ભાવનગર શહેરના બોરતળાવના ઓવર ફ્લો પાણી જે થાપનાથ મહાદેવ પાસે ના દરવાજા થી નીકળી ગઢેચી નદીમાં આવે છે બોરતળાવ માથી નીકળતા પાણી ને અવરોધ કરતા ધોબી ઘાટ અને આરટીઓ પાસે થઈ કુંભારવાડા થી પસાર થઈ તે દરિયામાં મળે છે આ વિસ્તારમાં થયેલ કુલ ૫૪૨ ગેરકાયદેસર બાંધકામોને નોટિસો પાઠવવામાં આવી હતી આ પાઠવવામાં આવેલી નોટિસોની અવધી પૂર્ણ થતા 


મહાનગરપાલિકા નો ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર સાથે આરટીઓ સર્કલ થી પ્રારંભ કરી જ્વેલસ સર્કલ સુધીના 35 જેટલા પાકા બાંધકામો હટાવી તળાવના પાણીનું વહેણ ખુલ્લું કરી

ભાવનગર શહેરના નાક સમા બોરતળાવ નાં ઓવર ફ્લો પાણી જે થાપનાથ મહાદેવ પાસે ના દરવાજા થી નીકળી ગઢેચી નદીમાં આવે છે 

 જે  ધોબી ઘાટ અને આરટીઓ પાસે થઈ કુંભારવાડા થી પસાર થઈ તે દરિયામાં મળે છે 


આ બોરતળાવ નાં પાણીને અવરોધ કરતા આ વિસ્તાર માં થયેલ ગેરકાયદેસર બાંધકામો ને પોતાના માલિકી આધારો તેમજ બાંધકામના મંજૂરીના આધારો આપવા માટે થાપનાથ મહાદેવ પાસે આવેલ ઓવર ફલો ના દરવાજા ની ડાઉન સ્ટ્રીમ સાઈડ આવેલ હિન્દુ મુસ્લિમ ધોબી સોસાયટી રાજ સોસાયટી શિવમ સોસાયટી મધુવન સોસાયટી તેમજ આરટીઓ રોડ બાજુ કુલ ૫૪૨ નોટિસ ભાવનગર મહાનગપાલિકા દ્વારા આપવામાં આવી હતી.આ નોટિસો અવઘી પૂર્ણ થતાં મહાનગર પાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ બુલડોઝર સાથે આરટીઓ સર્કલ થી પ્રારંભ કરી જ્વેલસ સર્કલ સુધીના ૩૫ જેટલા પાકા બાંધકામો હટાવી દીધા હતા જોકે સેલ્ફ એટલેકે દબાણ કરતા ઓ દ્વારા જાતે જ પોતાના દબાણો હટાવી દીધા હતા ભાવનગર મહાનગપાલિકા નાં ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આજે આરટીઓ થી લઇ જવેલસ સર્કલ સુથીમાં ૩૫ જેટલા પાક્કા બાંઘાકમો એટલેકે પાકા ચણી લેવાયેલા મકાનો તોડી પાડયા હતા જ્યારે દબાણ કરતા ઓ દ્વારા ૪૦ જેટલા બાંઘકમો જાતેજ હટાવી લીઘા હતા આમ કુલ મળી બોરતળાવ નાં પાણીને અવરોઘ કરતા ૭૫ જેટલા પાક્કા અવરોધ દૂર કરવામાં આવ્યા હતા અને બોરતળાવ નાં પાણીને દરિયા સુધી વહેવા માટે રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application