મસીતીયા ખારી વિસ્તારમાં નામીચા શખ્સો સહિત 12 જુગારીની 6.84 લાખ સાથે અટકાયત : ટીટોડી વાડી, હર્ષદમીલની ચાલી રોડ પર બે દરોડા : વિજરખી ધારમાં તિનપતીના અખાડામાંથી 7 પત્તાપ્રેમી પકડાયા
જામનગર નજીક મસીતીયા ખારી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા 12 શખ્સોને એક લાખની રોકડ, ગંજીપતા, 9 મોબાઇલ, કાર મળી 6.84 લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા, જયારે જામનગરના ખોજાનાકા પાસે ટીટોડી વાડી મેમણ એપાર્ટમેન્ટના ધાબા પર જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 8 શખ્સોને 21 હજારની મતા સાથે પકડી લીધા હતા, તેમજ હર્ષદમીલની ચાલી રોડ કોળીના ડેલા ખાતે તિનપતીનો જુગાર રમતા 6 શખ્સો ઝપટમાં આવ્યા હતા. જયારે વિજરખીની ધારમાં વાડીની ઓરડીએ જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી 7 પત્તાપ્રેમીઓને રોકડ, મોબાઇલ, વાહન મળી બે લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
જામનગર નજીક મસીતીયા ગામમાં ખારી વિસ્તારમાં આવેલ હાજીભાઇ ખફીની વાડીએ બલ્બના અંજવાળે, ખુલ્લામાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં જાહેરમાં ગંજીપતા વડે રોનપોલીસ નામનો જુગાર રમતા જામનગરના સુમરાચાલી ખાતે રહેતા અકરમ નુરમામદ ખફી, ખંભાળીયા નાકા પાસે સોનીની વાડીની બાજુમાં રહેતા ઇકબાલ ઇસ્માઇલ ખફી, ખોજાનાકા મચ્છી પીઠમાં રહેતા તૌફીક અબ્દુલ દેખાન, સુમરા ચાલીમાં રહેતા યાસીન ફીરોજ ખફી, નંદનવન સોસાયટીના સતિષ હરીશ મંગી, ઉનની કંદોરી પાસે રહેતા અકરમ સલીમ બ્લોચ, સાધના કોલોનીના અનિલ સોમા ચાવડા, હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા, ઉનની કંદોરી પાસે રહેતા હાજી ઓસમાણ ખફી, નહેરુનગરના અક્ષય દિનેશ રાઠોડ, ભીમવાસના રમેશ મુળજી વાઘેલા અને દિ.પ્લોટ 58, આશાપુરા સોસાયટી એપાર્ટમેન્ટ ખાતે રહેતા બ્રાસના વેપારી સુનિલ ગ્યાનચંદ લાલવાણી નામના ઇસમોને પકડી લીધા હતા.
પંચકોશી-બીના પીઆઇ વી.જે. રાઠોડની સુચનાથી સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, દરોડા દરમ્યાન શખ્સોને ઝડપી રોકડા 1.09.400 તથા અલગ અલગ કંપનીના 9 મોબાઇલ, 3 મોટરસાયકલ, 1 બલેનો કાર મળી કુલ 6.84.900નો મુદામાલ જપ્ત કર્યો હતો, દરોડાના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
બીજા દરોડામાં ખોજાનાકા ટીટોડી વાડી પાસે ઘોડીપાસાનો જુગાર રમતા મેમણ એપાર્ટમેન્ટમાં રહેતા મહમદકેફ હાન ખંભાળીયાવાળા, સતવારા વાડના મુસ્તુફા સીદીક બોકસવાલા, મણીયાર શેરીના અહેમદ અબ્દુલ ગફાર લખાના, લુહારસારના અફઝલ ઇકબાલ ધાણીવાળા, ટીટોડીવાડીના સલીમ અલીમામદ ડાલુ, રાહીલ હાન ખંભાળીયાવાળા, સલીમ હાસમ ડાલુ, જફર કાદર કાસમાણી નામના શખ્સોને સીટી-એ પોલીસે રોકડા 21120 અને ઘોડી પાસા સાથે દબોચી લીધા હતા.
આ ઉપરાંત શહેરના હર્ષદમીલની ચાલી રોડ, કોળીના ડેલામાં મઢુલી પાસે તિનપતીનો જુગાર રમતા અહીં ડેલામાં રહેતા ભીખા કડવા ધુણશીયા, સંજય રવજી ગુજરીયા, ચોથા રણછોડ ધાપા, પ્રતાપ મગન ગુજરીયા, મહેશ અરજણ ડોણસીયા અને રમેશ લક્ષમણ જોડીયાને રોકડા 6490 અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં જામનગર તાલુકાના વિજરખી ગામની ધાર વિસ્તારમાં કારા આહીર પોતાની વાડીની ઓરડીમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો.
ધાર ખાતેના ખેતરે તિનપતીનો જુગાર રમતા વિજરખીના કારા જેસંગ લોખીલ, પરબત મોમા સરસીયા, મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અજય લક્ષમણ પરમાર, નેવી મોડા ગામના અમરા રાણા બાંભવા, વિજરખીના સંજય દયાળજી ચૌહાણ, ખીમલીયા ગામના મચ્છા વેજા બાંભવા, મિયાત્રા ગામના દેવાત ગોગન ચુચર નામના ઇસમોને એલસીબીએ દરોડા દરમ્યાન રોકડા 1.08.000 તથા 6 મોબાઇલ, 2 મોટરસાયકલ મળી કુલ 2.18 લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech